લાલજી ટંડનનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, યૂપીમાં 3 દિવસનો રાજકીય શોક

ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા રહેલા લાલજી ટંડનનું મંગળવારે સવારે નિધન થઈ ગયુ. પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 
 

લાલજી ટંડનનું નિધન,  PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, યૂપીમાં 3 દિવસનો રાજકીય શોક

લખનઉઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રહેલા લાલજી ટંડનનુ નિધન થઈ ગયુ છે. મંગળવારે સવારે તેમના પુત્ર આશુતોષે આ જાણકારી આપી હતી. લાલજી ટંડન ઘણા દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા આ કારણ મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આનંદીબેન પટેલને સોંપવામાં આવ્યો હતો. હવે તેમના નિધન બાદ ઘણા મોટા નેતા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. લાલજી ટંડનના નિધન બાદ યૂપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે લાલજી ટંડનને તેમની સમાજ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, તેઓ જનતાની ભલાઈ માટે કામ કરનારા નેતા હતા. પીએમ મોદીએ લખ્યુ કે, લાલજી ટંડનને કાયદાકીય મામલાની પણ સારી જાણકારી રહી અને અટલજીની સાથે લાંબો સમય પસાર કર્યો. હું તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરુ છું. 

— Narendra Modi (@narendramodi) July 21, 2020

— Narendra Modi (@narendramodi) July 21, 2020

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ લાલજી ટંડનના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે મધ્યપ્રદેશના રાજ્યપાલ તથા ઉત્તર પ્રદેશની એક મોટી વ્યક્તિ લાલજી ટંડનના નિધનના સમાચાર પીડાદાયક છે. ટંડનજીની સાથે મને લાંબો સમય કામ કરવાની તક મળી. તેમનું લાંબુ જાહેર જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યુ. તેમણે પોતાના કામથી એક અલગ છાપ છોડી છે. 

— Rajnath Singh (@rajnathsingh) July 21, 2020

રાજનાથ સિંહે લખ્યુ કે, સ્વભાવથી મિલનસાર ટંડનજી કાર્યકર્તાઓ વચ્ચે લોકપ્રિય હતા. વિભિન્ન પદો પર રહેતા તેમણે જે વિકાસ કાર્યો કરાવ્યા તેની પ્રશંસા આજે પણ લખનઉ અને ઉત્તર પ્રદેશના લોકો કરે છે. ઈશ્વર પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. આમ શાંતિ...

— Mayawati (@Mayawati) July 21, 2020

લાંબા સમયથી બીમાર હતા લાલજી ટંડન
તમને જણાવી દઈએ કે લાલજી ટંડન લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી અને કિડનીમાં સમસ્યા હતા. આ કારણે તેમને 11 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પછી તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. લખનઉના મેદાંતા હોસ્પિટલમાં સતત મોટા ડોક્ટર તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. 

edasit4uyaiuqyt_072120081114.jpg

લાલજી ટંડનને પાછલા વર્ષે જુલાઈ મહિનામાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે પાછલા મહિને તબીયત ખરાબ થવાને કારણે આનંદીબેન પટેલને વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news