Lal Bahadur Shastri Birthday: રહસ્ય છે લાલ બહાદુર શાસ્ત્રીનું મોત, જાણો દેશના બીજા પ્રધાનમંત્રી વિશે રોચક વાતો

Lal Bahadur Shastri Birthday: લાલ બહાદુર શાસ્ત્રીનો આજે જન્મ દિવસ છે. 2 ઓક્ટોબર 1904 ના રોજ તેમનો જન્મ થયો હતો અને 11 જાન્યુઆરી 1966 ના રોજ તેમનું નિધન થયું હતું. જોકે આજ સુધી દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું મોત કઇ પરિસ્થિતિઓમાં થયું તે આજે પણ રહસ્યમય છે. ચાલો જાણીએ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલી રોચક વાતો. 

Lal Bahadur Shastri Birthday: રહસ્ય છે લાલ બહાદુર શાસ્ત્રીનું મોત, જાણો દેશના બીજા પ્રધાનમંત્રી વિશે રોચક વાતો

જ્યારે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂનું નિધન થયું, તો તેમના બાદ આઝાદ ભારતની સત્તા કોણ સંભાળશે? આ પ્રશ્ન દેશના દરેક વ્યક્તિના મનમાં હતો, પરંતુ બે અઠવાડિયા ભારતના આગામી અથવા બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને બનાવવામાં આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રીને તે સમયે લોકો ભારતના પૂર્વ ગૃહમંત્રી તરીકે જાણતા હતા. તેમણે દેશની આઝાદી માટે સ્વતંત્રતાની લડાઇમાં ભાગ લીધો હતો. આઝાદ ભારતના સપનાને પુરૂ કરવા માટે અભ્યાસ છોડી સ્વતંત્રતા સંગ્રામના માર્ગે ચાલવું પડ્યું અને પહેલીવાર 17 વર્ષની ઉંમરમાં જેલ જવું પડ્યું. તેમની સાદગીના ઘણા કિસ્સા છે. લાલ બહાદુર શાસ્ત્રીનો આજે જન્મ દિવસ છે. 2 ઓક્ટોબર 1904 ના રોજ તેમનો જન્મ થયો હતો અને 11 જાન્યુઆરી 1966 ના રોજ તેમનું નિધન થયું હતું. જોકે આજ સુધી દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું મોત કઇ પરિસ્થિતિઓમાં થયું તે આજે પણ રહસ્યમય છે. ચાલો જાણીએ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલી રોચક વાતો. 

લાલ બહાદુર શાસ્રીનો જન્મ
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ મહાત્મા ગાંધીજીના જન્મદિવસના દિવસે જ થયો હતો. 2 ઓક્ટોબર 1904 ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં જન્મેલા શાસ્ત્રીને બાળપણમાં બધા નન્હે કહીને બોલાવતા હતા. દોઢ વર્ષના નન્હેના પિતાના નિધન બાદ તેમને કાકા સાથે રહેવા માટે મોકલી દેવામાં આવ્યા. તે અભ્યાસ માટે માઇલો દૂર ચાલીને જતા હતા. પરંતુ દેશની આઝાદી માટે લડાઇનો નિર્ણય લેનાર શાસ્ત્રીએ 16 વર્ષની ઉંમરમાં અભ્યાસ છોડી દીધો. 17 વર્ષની ઉંમરમાં જેલ પણ ગયા પરંતુ સગીર હોવાના કારણે છૂટી ગયા. 

શાસ્ત્રીજીની વિનમ્રતાના કિસ્સો
પ્રધાનમંત્રી બન્યા બાદ શાસ્ત્રીજી કોઇ રાજ્યના પ્રવાસે હતા પરંતુ તેમનો પ્રવાસ અંતિમ સમયે રદ કરવો પડ્યો. શાસ્ત્રીજીને તે રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીને રોકાવવા માટે ફર્સ્ટ ક્લાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો શાસ્ત્રીજીએ તેમને કહ્યું કે તે તો એક થર્ડ ક્લાસ વ્યક્તિ છે, તેમના માટે ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થાની શું જરૂર છે. 

લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદાર
એકવાર શાસ્ત્રીજીના પુત્રએ તેમની ઓફિસની ગાડીનો ઉપયોગ કર્યો તો શાસ્ત્રીએ સરકરના ખાતામાં ગાડીના અંગત ઉપયોગની ચૂકવણી કરી દીધી. આ જાણીને આશ્વર્ય થશે કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીનું નિધન થયું, તોતેમની પાસે ના તો ઘર હતું અને ના તો કોઇ જમીન સંપત્તિ. તેમના નામ પર એક લોન હતી, જે પીએમ બન્યા બાદ એક ફિયાટ ગાડી ખરીદવા માટે તેમણે સરકાર પાસેથી લીધી હતી. શાસ્ત્રીજીના ગયા બાદ જ્યારે તેમના પરિવારને તે લોન ચૂકવવાનું કહેવામાં આવ્યું તો તેમણે પરિવારને મળેલા પેંશનમાંથી લોન પુરી કરી. 

લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન એક રહસ્ય
11 જાન્યુઆરી વર્ષ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું. શાસ્ત્રીજીનું નિધન ઉજ્બેકિસ્તાનના તાશકંદમાં થયું હતું. તે દરમિયાન શાસ્ત્રીજી ભારત પાકિસ્તાન યુદ્ધ બાદની સ્થિતિને લઇને કરાર કરવા માટે તાશકંદમાં પાક રાષ્ટ્રપતિ અયૂબ ખાનને મળવા મળ્યા હતા. મુલાકાતના થોડા કલાકો બાદ અચાનક તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ્ય હતું. મોતનું કારણ હાર્ટએટેક બતાવવામાં આવ્યું. એટલું જ નહી તેમનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવ્યો તો પ્રત્યક્ષદર્શીઓના અનુસાર તેમના શરીર પર ઘાના નિશાન હતા. પરંતુ તેમના મોતની તપાસ માટે બેઠેલી રાજકીય તપાસ સમિતિએ કોઇ માન્ય પરિણામો આપ્યા નહી. સંસદીય લાઇબ્રેરીમાં પણ ભારતના બીજા પ્રધાનમંત્રીના મોતની તપાસના રિપોર્ટનો કોઇ રેકોર્ડ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news