VIDEO WAR: ચીનનો બનાવટી વીડિયો Vs ભારનો અસલી વીડિયો
લદ્દાખમાં સીમા વિવાદના મુદ્દાને લઇને ભારત અને ચીન વચ્ચે એક મહિનાથી તનાતની બાદ ભલે વાતચીતનો દૌર શરૂ થઇ ગયો છે પરંતુ ચીન ફરીથી પોતાની હરકતો છોડી રહ્યું નથી.
Trending Photos
નવી દિલ્હી: લદ્દાખમાં સીમા વિવાદના મુદ્દાને લઇને ભારત અને ચીન વચ્ચે એક મહિનાથી તનાતની બાદ ભલે વાતચીતનો દૌર શરૂ થઇ ગયો છે પરંતુ ચીન ફરીથી પોતાની હરકતો છોડી રહ્યું નથી. એક તરફ જ્યાં સીમા પર બંને દેશોના કમાન્ડર વાતચીત કરી રહ્યા છે.
તો બીજી તરફ ચીની સરકાર મુખપત્ર કહેવાતા ગ્લોબલ ટાઇમ્સ સમાચારપત્ર વીડિયો શેર કરી ચીની સેનાની તાકાત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે તેને આજે આ મોરચા પર જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતો એક વીડિયો ટ્વિટ કર્યો છે.
વીડિયો ટ્વિટ કરતાં ગૃહ રાજ્ય મંત્રીએ લખ્યું છે કે લદ્દાખના ઉત્તરી ભાગમાં સીમા પર રક્ષા કરતાં સેનાના જવાનોનો આ વીડિયો શાનદાર છે અને તેને જરૂર જોવો જોઇએ. આ વીડિયો આજે જાહેર કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે ચીન, ભારતને ડરાવવાનો અને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ તે સમજી લે કે આ 1962નું નથી પરંતુ નવું ભારત છે જે ડરતું નથી.
ગૃહ રાજ્યમંત્રીએ જે વીડિયો શેર કર્યો છે તે બે મિનિટ ચાર સેકન્ડનો છે. ધ્રુવ વોરિયર્સ નામના આ વીડિયોમાં ભારત સેનાની જળ-થલ અને નભની તૈયારીઓ બતાવી રહ્યું છે. ભારતીય સેનાના પરાક્રમને બતાવનાર આ વીડિયોને ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે