કુંભઃ 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ લગાવી શ્રદ્ધાની ડૂબકી
કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે જણાવ્યું કે, કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે સોમવારે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું
Trending Photos
પ્રયાગરાજઃ કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના સોમવારે લગભગ 1 કરોડ 7 લાખ લોકોએ અહીં ગંગા નદી અને ત્રણ નદીઓના સંગમ સ્થળે ડૂબકી લગાવી હતી. પોષ પૂર્ણિમાની સાથે જ કલ્પવાસીઓના સંગમમાં એક મહિનાનો કલ્પવાસ શરૂ થઈ ગયો છે અને લગભગ 10 લાખ કલ્પવાસી મેળા વિસ્તારમાં આવી પહોંચ્યા છે.
મેળાના અધિકારી કિરણ આનંદે અહીં મીડિયા સેન્ટરમાં પત્રકારોને જણાવ્યું કેસ સોમવારે સવારથી જ સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. સાંજે 5 કલાક સુધીમાં લગભગ 1 કરોડ 7 લાખ લોકોએ કુંભના વિસ્તારમાં સ્નાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 10 લાખથી વધુ કલ્પવાસી મેળામાં આવી ચૂક્યા છે અને પ્રયાગવાલ સભા તથા અન્ય સંસ્થાઓ માહિતી એકઠી કરીને કલ્પવાસીઓની ચોક્કસ સંખ્યાનો અંદાજ લગાવી રહ્યા છે.
પત્રકાર પરિષદમાં કુંભ મેળાના ડીઆઈજી કે.પી. સિંહે જણાવ્યું કે, સોમવારે મેળામાં ત્રણ અપ્રિય ઘટનાઓ ઘટી હતી. એક ઘટના સંગમ નોજ પર ઘટી જ્યાં ઈટાલીથી આવેલી યુવતી એસ. કેથરીન ઠંડા પાણીમાં બેભાન થઈ ગઈ હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હવે તેની તબિયત સારી છે. ઈટાલીથી આવેલા 11 સભ્યોની ટીમની તે યુવતી સભ્ય છે.
બીજી ઘટના સેક્ટર-5માં હંડિયાના દુમદુમા ગામના રહેવાસી 65 વર્ષના રામ વિલાસને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સોમવારે ત્રીજી એક ઘટનામાં સેક્ટર-15માં આગ લાગી હતી. અહીં મુક્તિમાર્ગ પર રાધાકૃષ્ણ સત્સંગ મંડળ નામની એક સંસ્થા કથીત રૂપે ગેસ સિલિન્ડર વેચી રહી હતી અને ત્યાં લોકો ચાની દુકાન ચલાવતા હતા. નજીકમાં રાખેલા ઘાસમાં આગ લાગવાથી તંબુમાં આગ લાગી ગઈ હતી. દુકાનદાર ભાગી છુટ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ઘટનાસ્થળેથી 20 સિલિન્ડર પણ મળી આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે