NRC પર જારી વિવાદ વચ્ચે કોલકત્તા પોલીસે આપી અમિત શાહની રેલીને મંજૂરી
ભાજપ યુવા મોર્ચાએ આરોપ લગાવ્યો કે, શાહની રેલીને લઈને કોલકત્તા પોલીસ તરફથી તેમને કોઇ જાણકારી મળી નથી, જેની થોડી કલાકો બાદ પોલીસે રેલીને મંજૂરી આપી દીધી છે.
Trending Photos
કોલકત્તાઃ કોલકત્તા પોલીસે ભાજપના અધ્યક્ષ અમિત શાહની 11 ઓગસ્ટની નિર્ધારિક રેલીને બુધવારે મંજૂરી આપી દીધી. ભાજપ યુવા મોર્ચાએ આરોપ લગાવ્યો હતો કે શાહની રેલીને લઈને કોલકત્તા પોલીસ તરફથી તેમને કોઇ જાણકારી મળી નથી, જેની કેટલિક કલાકો બાદ પોલીસે રેલીને મંજૂરી આપી દીધી.
સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસે ભાજપ અને શાહ પર કટાક્ષ કરતા દાવો કર્યો કે તે બેચેન થઈ ગયા હતા અને શાંતિ અને સૌમ્યતાની ધરતી પર તેમના માટે સુખદ યાત્રાની કામના કરી.
કોલકત્તા પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું, એક રાજકીય પાર્ટીને 11 ઓગસ્ટે મંજૂરી ન આપવાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો અમને ખ્યાલ આવ્યો. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, આગ્રહ કરવાને કારણે રેલીને મંજૂરી આપી દેવામાં આવી છે.
રાજ્ય ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ દેબજીત સરકારે કહ્યું કે, તેમને પોલીસે સૂચના આપી છે કે શહેરના મધ્ય માયો રોડ પર રેલી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે પહેલા કહ્યું હતું કે, શાહની રેલીની મંજૂરી માટે સંગઠને પોલીસને ઐપચારિક આવેદન આપ્યું છે.
ભાજપ-ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપ જારી
ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાના પ્રયાસો વચ્ચે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલું છે. તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને નિવેદન જારી કરીને કહ્યું, ભાજપ અને તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચેન, તણાવગ્રસ્ત થઈ ગયા છે. કોલકત્તામાં ત્રણ ઓગસ્ટ માટે તેમના કાર્યક્રમને ત્વરિત મંજૂરી આપી દેવામાં આવી છે. 11 ઓગસ્ટે કાર્યક્રમ માટે તેમણે માત્ર એક પત્ર મોકલ્યો હતો અને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, શાંતિ અને સૌમ્યતાની ભૂમિ પર સુખદ યાત્રા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે