કોલકાતા પોલીસનો બદલો! પૂર્વ વચગાળાના CBI ચીફની પત્નીના ઘરે દરોડા
Trending Photos
કોલકાતા : સીબીઆઇ વિરુદ્ધ પોલીસની લડાઇ હવે એક નવા જ વળાંક પર પહોંચી ચુકી છે. કોલકાતા પોલીસે શુક્રવારે સીબીઆઇનાં પૂર્વ વચગાળાનાં નિર્દેશક નાગેશ્વર રાવની પત્નીનાં ઘર સહિત 2 સ્થળ પર દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળ પોલીસે એક દરોડો કોલકાતામાં અને બીજો દરોડો સોલ્ટ લેકમાં નાગેશ્વર રાવની પત્ની એજેલીના મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ પર માર્યો હતો. જો કે નાગેશ્વર રાવે એક પત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને આ કંપની સાથે કોઇ જ લેવાદેવા નથી.
ગત્ત દિવસોમાં સીબીઆઇની કલકત્તામાં થયેલી કાર્યવાહી અને ત્યાર બાદ મમતા બેનર્જીનાં ધરણા બાદ પોલીસની આ કાર્યવાહીને તેની સાથે જોડીને જોવામાં આવી રહી છે. સીબીઆઇનાં પૂર્વ વચગાળાનાં નિર્દેશક નાગેશ્વર રાવને નિવેદન બહાર પાડીને એજેલા મર્ચેન્ટાઇલ કંપની સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ હોવાની વાતને ફગાવી હતી. રાવે પોતાની સ્પષ્ટતામાં 2010થી અત્યાર સુધીનાં વર્ષોનાં ઘટનાક્રમની સ્પષ્ટતા કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એજેલા મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ એક બિન બેંકિંગ નાણાકંપની છે. કહેવામાં આવે છે કે તેને 1994માં ચાલુ કરવામાં આવ્યો હતો. શશિ અગ્રવાલ, પ્રતીક અગ્રવાલ, પ્રવીણ અગ્રવાલ અને સુનીલ કુમાર અગ્રવાલ આ કંપનીનાં નિર્દેશક છે. નાગેશ્વર રાવે એક વાતચીતમાં કહ્યું કે, આ પ્રકારનાં જે દરોડા પાડવામાં આવ્યા છે, તે માત્ર એક પ્રોપેગેંડા છે. તેમણે આ કંપની સાથે કોઇ પણ પ્રકારનાં સંબંધો હોવાનો ઇન્કાર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે