કોરોના ઇફેક્ટઃ કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ


કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર ઉડાનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

કોરોના ઇફેક્ટઃ કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ

કોલકત્તાઃ દેશના છ મોટા મહાનગરો મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, પુણે અને અમદાવાદથી કોલકત્તા વચ્ચે ઉડાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાણકારી આપતા કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, આ પ્રતિબંધ 6થી 19 જુલાઈ સુધી લાગૂ થશે. 

એરપોર્ટના ડાયરેક્ટર અનુસાર, કોવિડ-19 મહામારીને જોતા પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કરવામાં આવેલી વિનંતી બાદ આ ઉડાનોને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ આવવા સુધી અથવા 19 જુલાઈ સુધી યથાવત રહેશે. 

#ZeeNewsWorldExclusive: સમુદ્રમાં ચીનની ઘેરાબંધી, અંડમાનમાં P8i એરક્રાફ્ટ તૈનાત  

દેશમાં વ્યાપક લૉકડાઉન બાદ 25 મેથી ડોમેસ્ટિક ઉડાનો શરૂ કરવામાં આવી હતી. લગભગ બે મહિના સુધી વિમાન સેવા બંધ રહી હતી. આંતરરાષ્ટ્રીય વિમાનો પર તો હજુ પણ પ્રતિબંધ છે. બંગાળમાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ સારી નથી. 3 જુલાઈ સુધી રાજ્યમાં 20,488 કેસ  સામે આવી ચુક્યા છે, તેમાંથી 717 લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news