આજથી સૂર્ય બદલી રહ્યો છે ચાલ, અનેક રાશિઓમાં સર્જાશે મોટી ઉથલપાથલ

6 ડિસેમ્બરથી પુરુષોત્તમ માસ લાગી રહ્યો છે. જેને આપણે મલમાસ કહીએ છીએ. શાસ્ત્રોની માનીએ તો મલમાસ (ખરમાસ) દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે વિવાહ, ગૃહ પ્રવેશ, દુકાનોનુ શુભારંભ સહિત કોઈ પણ શુભ કાર્ય કરાતા નથી.

આજથી સૂર્ય બદલી રહ્યો છે ચાલ, અનેક રાશિઓમાં સર્જાશે મોટી ઉથલપાથલ

નવી દિલ્હી : તમામ ગ્રહ નિશ્ચિત સમયાવધિ પર પોતાની સ્થિતિ બદલતો રહે છે. આ પ્રકારે સૂર્ય પણ રાશિ પરિવર્તન કરે છે. 16 ડિસેમ્બરથી પુરુષોત્તમ માસ લાગી રહ્યો છે. જેને આપણે મલમાસ કહીએ છીએ. શાસ્ત્રોની માનીએ તો મલમાસ (ખરમાસ) દરમિયાન કોઈ પણ શુભ કાર્ય જેમ કે વિવાહ, ગૃહ પ્રવેશ, દુકાનોનુ શુભારંભ સહિત કોઈ પણ શુભ કાર્ય કરાતા નથી. પંડિત કમલ નયન તિવારીના જણાવ્યા અનુસાર, મલમાસમાં જપ, તપ, તીર્થ યાત્રા, કથા શ્રવણનું મોટું મહત્વ હોય છે. શાસ્ત્રોમાં મલમાસને શ્રેષ્ઠ માનવામાં નહિ આવ્યું, કારણ કે જ્યારે પણ અધિકમાસ ચાલે છે, ત્યારે કોઈ પણ શુભ કાર્ય કરાતા નથી. પરંતુ મલમાસના દિવસોમાં ધાર્મિક સ્થળોની યાત્રા કરવી, ભાગવત કથા પાઠ કરવાનું શુભ માનવામાં આવે છે. 

ધન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય
16 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સાથે જ ધન મલમાસ શરૂ થઈ જશે. જે એક મહિના સુધી રહેશે. સૂર્ય જ્યારે ધન રાશિ કે મીન રાશિમાં સ્થિત હોય છે, તો આ સમયને મલમાસ કે ખરમાસ કહેવાય છે. આજે 16 ડિસેમ્બરના રોજ સવારે 9.05 કલાકે તેનો પ્રવેશ થઈ ગયો છે, જે 14 જાન્યુઆરી, 2019 સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. તો 14 જાન્યુઆરી રાત્રે 7.52 વાગ્યે તે ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે, આ સાથે જ મંગળ કાર્ય શરૂ થઈ જશે. 

  • કઈ રાશિ પર થશે અસર

મેષ રાશિ
મેષ રાશિના જાતકોના માન-સન્માનમાં વધારો થશે. તેમના કામને ઓળખ મળશે. ભાગ્ય તમારુ સાથ આપશે. દરેક કાર્યમાં સફળતા મળશે.

વૃષભ રાશિ
આ દરમિયાન ભાગ્ય પર વધુ આધારિત ન રહો. પોતાની મહેનત પર ભરોસો રાખો. જેટલી મહેનત કરશો, ફળ તેના અનુસાર મળશે. વિવાદોથી બચીને રહો. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. 

મિથુન રાશિ
આ સમય તમારા માટે સાવધાની રાખવાનો છે. તમારા માન-સનમાન અને વિવાદોને લઈને સતર્ક રહો.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતક પોતાની વાણી પર નિયંત્રણ રાખો. કાર્યોમાં બાદા આવી શકે છે. સફળતા માટે આકરી મહેનત કરવી પડશે.

સિંહ રાશિ
આ દરમિયાન હેલ્થનું ખાસ ધ્યાન રાખવું પડશે. અનુકૂળ સફળતા મળવાનો યોગ છે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. 

કન્યા રાશિ
આ રાશિના જાતકોના જીવન પર ઠીકઠાક અસર રહેશે. જીનવસાથી સાથે અણબણ થઈ શકે છે. ઓફિસમાં સન્માન અને સફળતાની સ્થિતિ બની રહેશે.

તુલા રાશિ
આ દરમિયાન તમારુ ભાગ્ય સાથ આપશે. માન-સન્માન વધશે. મિત્રોનો સાથ વધશે. આર્થિક લાભના યોગ છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થય ઉત્તમ રહેશે. આર્થિક લાભના યોગ છે. શત્રુ તમારું કંઈ જ બગાડી નહિ શકે. 

ધન રાશિ
માન-સન્માનમાં વૃદ્ધિ રહેશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ રહેશે. પિતા પાસેથી આર્થિક લાભ મળી શકે છે. ભાગ્યનો સાથ રહેશે. આ દરમિયાન તમારી મહત્વકાંક્ષા પૂર્ણ થશે.

મકર રાશિ
આ સમયે શત્રુ ઈચ્છીને પણ તમારું ખરાબ નહિ કરી શકે. યાત્રામાં સાવધાની રાખો. સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે. આ દરમિયાન કરજ ન લો.

કુંભ રાશિ
વેપારમાં ઉન્નતિ થશે. કોઈ સ્ત્રીનો સહયોગ મળશે. અધિકારીઓની સાથે સારા સંબંધ રહેશે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે.

મીન રાશિ
લાભના યોગ છે. પ્રમોશન થઈ શકે છે. પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વાણી પર નિયંત્રણ રાખો. નહિ તો બનતુ કામ પણ બગડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news