જાણો, ક્યારે ખુલશે માતા વૈષ્ણો દેવી મંદિર, શ્રદ્ધાળુઓના ખિસ્સા પર થશે અસર!
Trending Photos
કટરા: કેન્દ્ર સરકારે દેશભરના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની 8 જૂનથી મંજૂરી આપી છે. એવામાં મા વૈષ્ણો દેવી યાત્રા (Mata Vaishno Devi Temple) ફરી એકવાર શરૂ કરવાને લઈ હલચલ વધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ જૂનના બીજા સપ્તાહમાં યાત્રા શરૂ કરશે. યાત્રાને લઇ માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કટરા હેલીપેડની સાથે સાંઝી છત હેલીપેડ પર સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો અનુસાર 6 ફૂટના અંતર પર નિશાન લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વૈષ્ણો દેવી મંદિર પર પણ ગેટ નંબર 1-3 સુધી નિશાન લગાવવામાં આવ્યા છે. આ સાથે જ મંદિરમાં રંગ અને પેઇન્ટિંગનું કામ પણ ઝડપથી શરૂ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શરૂઆતના કેટલાક દિવસો સુધી માત્ર સ્થાનિક શ્રદ્ધાળુઓને જ મંદિરમાં અંદર જવાની મંજૂરી હશે. યાત્રાને ધ્યાનમાં રાખી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે તેમના તમામ કર્મચારીઓને ફરી એકવાર તૈનાત કરવાનું શરૂ કર્યું છે.
સ્થાનિક શ્રદ્ધાળુઓને મળશે આ સુવિધાઓ:-
વૈષ્ણો દેવી યાત્રા શરૂ કરવાને લઇને સ્થાનિક શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. તેમાં હેલિકોપ્ટર સેવા, વૈષ્ણો દેવી ભવન તથા ભેરવ ખીણની વચ્ચે દોડતી પેસેન્જર કેબલ કારની સાથે જ વૈષ્ણો દેવી ભવન વચ્ચે દોડતી બેટરી કાર સેવા મુખ્ય છે.
શ્રદ્ધાળુઓના ખિસ્સાને થશે અસર
શ્રદ્ધાળુઓને કટરાથી સાંઝી છતમાં લાવવા લઈ જતી હેલિકોપ્ટર કંપનીઓએ તેમના ભાડામાં 65 ટકાનો વધારો કર્યો છે. આ વર્ષે, પ્રતિ સવારી કટરાથી સાંઝી છત (એક તરફનું) ભાડું 1730 રૂપિયા આપવું પડશે. જેનો અર્થ છે કે, પ્રતિ સવારી અવર જવરનું ભાડું 3460 રૂપિયા આપવા પડશે. આ પહેલા પ્રતિ સવારી દીઠ એક તરફનું ભાડું 1045 હતું અને બંને તરફનું ભાડું 2090 રુપિયા પ્રતિ સવારી હતું.
આ પણ વાંચો:- #VinayakiKeSathDesh: પલક્કડ અને મલ્લપુરમની લડાઈમાં ગૂંચવાઈ 'વિનાયકી', કેમ થઈ રહ્યું છે ધાર્મિક વિભાજન?
તમારે કટરાથી રાઇડ દીઠ 1730 રૂપિયા ચૂકવવા પડશે. જેનો અર્થ એ કે તમારે દર રાઈડમાં 3460 રૂપિયા ચુકવવા પડશે. અગાઉ રાઇડ દીઠ વન-વે ભાડુ 1045 હતું અને દ્વિ-ભાડુ ભાડું 2090 રૂપિયા જેટલું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે