9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર
ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરથી ખુલ્લુ મુકવામાં આવશે. પાકિસ્તાનનાં એક અધિકારીએ તેની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી : ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરથી ખુલ્લુ મુકવામાં આવશે. પાકિસ્તાનનાં એક અધિકારીએ તેની જાહેરાત કરી હતી. લાહોરથી લગભગ 125 કિલોમીટર દુર નરોવાલમાં પ્રસ્તાવિત કરતારપુર કોરિડોર માટે સ્થાનીક અને વિદેશી પત્રકારોને પહેલી યાત્રા દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ સમગ્ર યોજનાના પાકિસ્તાની નિર્દેશક આતિફ માઝીદે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી સમગ્ર યોજનાનાં 86 ટકા જેટલું કામ પુર્ણ થઇ ચુક્યું છે. 9 નવેમ્બરે પાકિસ્તાન કોરિડોર ખુલ્લુ મુકવા માટે તૈયાર છે.
શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે, પાકિસ્તાન સરકાર કરતારપુર કોરિડોર આવનારા પ્રત્યેક વ્યક્તિ પાસેથી સુવિધા શુલ્ક વસુલશે. આ રકમ 20 યુએસ ડોલર જેટલી હશે. ભારત સાથેની ત્રીજા તબક્કા દરમિયાનની વાતચીત દરમિયાન પાકિસ્તાન દ્વારા આ શરત મુકવામાં આવી હતી.
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત મંજૂર નથી...
પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા પુર્વક જણાવ્યું હતું કે આ સુવિધા શુલ્ક હશે ન કે પ્રવેશ શુલ્ક. એક અંદાજ અનુસાર આ સુવિધા શુલ્ક પાણી, દવા વગેરે જેવી વ્યવસ્થાઓ માટે વસુલવામાં આવશે. આ રકમ 20 અમેરિકન ડોલર જેટલી હશે. પાકિસ્તાન શ્રદ્ધાળુઓની વચ્ચે વહેંચાનારા પ્રસાદ અને લંગર માટે પણ જરૂરી વ્યવસ્થા માટે હાલમાં જ સંમતી સધાઇ હતી. બંન્ને દેશો યાત્રીઓને શાંતિ અને સૌહાર્દપુર્ણ દર્શન અને સુવિધા મળી રહે તે માટેની તૈયારી દર્શાવે છે.
ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું
કરતારપુર કોરિડોર મુદ્દે ભારત અને પાકિસ્તાનનાં અધિકારીઓ વચ્ચે ત્રીજી વખતની મંત્રણા બાદ પાકિસ્તાને જાહેરાત કરી હતી કે બાબા ગુરૂ નાનકદેવાનાં પ્રકાશોત્સવ પર તે શીખ તીર્થયાત્રીઓ માટે આ કોરિડોર ખોલી દેશે. જ્યારે તેણે ભારત પર આરોપ પણ લગાવ્યો કે પુરા નહી થનારા કામો માટે ભારત જવાબદાર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે