કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ-સેક્યૂલર (જેડી-એસ)ના 15 બળવાખોર ધારાસભ્ય અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ વિધાનસભામાં સોમવારના શક્તિ પ્રરીક્ષણ કરવાના આદેશ આપવાની માગ કરતી રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે

નવી દિલ્હી/ બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ-સેક્યૂલર (જેડી-એસ)ના 15 બળવાખોર ધારાસભ્ય અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ વિધાનસભામાં સોમવારના શક્તિ પ્રરીક્ષણ કરવાના આદેશ આપવાની માગ કરતી રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીકર્તા ધારાસભ્યથી વિધાનસભાના આર. રમેશ અને મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીને સોમવારના સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસ મતનું આયોજન કરવાનો આદેશ આપવાની માગ કરી છે.

પ્રદેશના 15 બળવાખોર અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ તેમની સંયુક્ત અરજીમાં કહ્યું, અમે મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી દ્વારા 18 જુલાઇના કાર્ણાટક વિધાનસભામાં લાવેલા વિશ્વાસ મત પ્રસ્તાવ પર 22 જુલાઇની સાંજે પાંચ વાગ્યાથી પહેલા શક્તિ પરીક્ષણ કરવાના આદેશ આપવાની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ દિશા રાય દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી અથવા ગઠબંધન સરકારમાં સહયોગી કોંગ્રેસ અને જેડીએસ કોઇ અન્ય બહાનું બનાવી શક્તિ પરીક્ષણ ટાળવાનો પ્રયત્ન કરી શકે છે. અરજી અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે, લઘુમતી સરકારની આગેવાની કરનાર મુખ્યમંત્રી પોતાને સદનની કાર્યવાહીથી સોમવારે અલગ રાખી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ (કુમારસ્વામી) વિશ્વાસ મતને ટાળવા માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થતી કોઈપણ તબીબી ઇમર્જન્સી પરિસ્થિતિનો ઉપયોગ કરી શકે છે.

આજે ફ્લોર ટેસ્ટ પર બધાની નજર
સોમવારના દિવસે કર્ણાટકના રાજકારણમાં ઉથલ પાથલ કરનારનો હોઇ શકે છે. સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ બાકી છે. તેના પર સુનાવણી થઇ શકે છે. તો બીજી તરફ વિધાનસભામાં સરકાર પર શક્તિ પરિક્ષણનો દબાવ રહશે. કૉંગ્રેસ જેડીએસ સરકારે ફ્લોર ટેસ્ટને બે દિવસ માટે મોકૂફ રાખ્યો છે. આંકડા સરકારની તરફેણમાં નથી. હવે જો બળવાખોર ધારાસભ્ય ઘર પર ન આવે તો સરકારનું પતન ચોક્કસ છે.

રવિવારે બધી પાર્ટીઓની બેઠક
સોમવારે સદનમાં બહુમતી સાબિત કરતા પહેલા બધા દળોએ તેમના તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી. ભાજપે તેમના ધારાસભ્યોથી હોટલમાં બેઠક કરી. પાછલા કેટલાક દિવસથી ભાજપના ધારાસભ્યો હોટલમાં જ છે. તો બીજી તરફ જેડીએ અને કોંગ્રેસ તેમના તેમના ધારાસભ્યોથી અલગ અલગ બેઠક કરી.

કોંગ્રેસના ગુંડુરાવનું કહેવું છે કે, અમારા ધારાસભ્યો ઉત્સાહથી ભરાયેલા છે. અમે સોમવાર સદનમાં ભાજપને પ્રદશિત કરશે. કોંગ્રેસ નેતાએ કહ્યું, ભાજપે ઓપરેશન કમલ માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આટલા બધા પૈસાનું રૂપિયા ક્યાંથી આવ્યા. તેમણે એક ધારાસભ્યોને ખરીવામાં 20થી 30 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news