Shocking! પત્ની સાથે અફેરની શંકામાં મિત્રનું ગળું ચીરી લોહી પીધુ, ઘટનાનો Video બનાવી શેર કરી દીધો

Crime News: કર્ણાટકથી  એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ચિંતામણિના એક વેપારીએ જે કર્યું તે રૂવાડાં ઊભા કરે તેવું છે. વ્યક્તિને શક હતો કે તેના મિત્રની પત્ની સાથે તેનું અફેર છે. તેણે મિત્ર પર ચાકૂથી વાર કર્યો. તેના ગળા પાસે ચાકૂ માર્યું અને ત્યારબાદ તેનું લોહી પીધુ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ વ્યક્તિએ આ જઘન્ય ઘટનાનો વીડિયો બનાવડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

Shocking! પત્ની સાથે અફેરની શંકામાં મિત્રનું ગળું ચીરી લોહી પીધુ, ઘટનાનો Video બનાવી શેર કરી દીધો

કર્ણાટકથી  એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ચિંતામણિના એક વેપારીએ જે કર્યું તે રૂવાડાં ઊભા કરે તેવું છે. વ્યક્તિને શક હતો કે તેના મિત્રની પત્ની સાથે તેનું અફેર છે. તેણે મિત્ર પર ચાકૂથી વાર કર્યો. તેના ગળા પાસે ચાકૂ માર્યું અને ત્યારબાદ તેનું લોહી પીધુ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે વ્યક્તિએ આ જઘન્ય ઘટનાનો વીડિયો બનાવડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. ગણતરીના સમયમાં આ વીડિયો વાયરલ થઈ ગયો. પોલીસ હરકતમાં આવી અને આરોપીની ધરપકડ કરી લીધો. 

પોલીસે જણાવ્યું કે આરોપી 32 વર્ષનો વિજય છે. તેણે તેના મિત્ર મારેશને મારવાનો પ્રયત્ન કર્યો. પોલીસે જણાવ્યું કે વિજય મારેશ અને તેની પત્ની વચ્ચે વધતી નીકટતાથી નારાજ હતો. પોલીસે જણાવ્યું કે વિજયના પિતરાઈ ભાઈએ આ હુમલાનો વીડિયો બનાવ્યો હતો. ઘટના 19 જૂનના રોજ ચિંતામણી તાલુકમાં સિદ્દેપલ્લી ક્રોસ પાસે ઘટી. જો કે આ  ઘટનામાં મમારેશ એ તથ્યના કારણે બચી ગયો કે વિજયે એક નાનકડા ચાકૂનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને વધુ નુકસાન થયું નહીં. 

પોલીસે કહ્યું કે મારેશ વિજયની પત્ની સાથે ખુબ ક્લોઝ હતો. બંને મોબાઈલ ફોન પર સતત વાત કરતા હતા. વિજય અને તેનો પિરવાર આંધ્ર પ્રદેશનો રહીશ છે. 30 વર્ષ પહેલા તેઓ ચિંતામણી રહેવા આવ્યા હતા. પરિવાર માંડ્યમપેટમાં રહે છે. પોલીસે જણાવ્યું કે વિજય ખાદ્ય તેલ અને કપડાથી લઈને શાકભાજી અને અન્ય જરૂરી ચીજો વેચવાનું કામ કરે છે. મારેશ પાસે ટાટા એસ વાહન છે. તે ભાડાના આધારે માલ ટ્રાન્સપોર્ટ કરે છે. અને વિજય તેનું વાહન ભાડે લેતો હતો. 

મારેશે કથિત રીતે વિજયની પત્ની સાથે મિત્રતા કરી અને બંને ફોન પર લાંબી વાતો કરવા લાગ્યા. વિજયે કથિત રીતે તેને લઈને આપત્તિ જતાવી. અનેકવાર તેણે મારેશને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી પણ તે માન્યો નહીં. 

મારેશે બહાનું કાઢી બોલાવ્યો
19 જૂનના રોજ વિજયે તેના પિતરાઈ ભા બીકોમ વિદ્યાર્થી જ્હોન બાબુનો સંપર્ક કર્યો. વિજયે બાબુ દ્વારા સિદ્દેપલ્લી ક્રોસથી પાસ સુધી જવા માટે મારેશને બોલાવ્યો. જ્યારે મારેશ તેના વાહન સાથે પહોંચ્યો ત્યારે વિજય અને બાબુ તેને ટામેટા જોવાના બહાને પોતાની બાઈક પર લઈ ગયા. જો કે તેઓ તેને ખેતરમાં લઈ જવાની જગ્યાએ એક સૂમસામ જગ્યાએ લઈ ગયા. 

પોલીસના જણાવ્યાં મુજબ વિજયે મારેશ પર નાના ચાકૂથી હુમલો કર્યો, અને તેનું ગળું ચીરી નાખ્યું તથા તેના ગળામાંથી લોહી પીવા લાગ્યો. તેણે બાબુ પાસે આ ઘટનાનો વીડિયો પણ શૂટ કરાવ્યો. આરોપી મારેશને મરેલો સમજીને ઘટનાસ્થળેથી જતો રહ્યો. જો કે ત્યાં કેટલાક લોકો પહોંચ્યા અને તેમણે મારેશને સમયસર હોસ્પિટલ પહોંચાડી દીધો. વિજયે આ વીડિયો પોતે જ પોસ્ટ કરાવ્યો જે વાયરલ થઈ ગયો. 

કેંચરલાહલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જગદીશ રેડ્ડીએ કહ્યું કે બાબુની શોધ ચાલુ છે. કોલારના જલપ્પા મેડિકલકોલેજના મનોચિકિત્સક ડો. મોહન રેડ્ડીએ કહ્યું કે મનુષ્યો વચ્ચે આવો વ્યવહાર દુર્લભ છે. અને આવી ઘટનાઓ વિશે ક્યારેય સાંભળ્યું નથી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે બદલો લેવાની ભાવના ચરમ પર પહોંચે છે ત્યારે આવા વ્યવહારની શક્યતા થઈ શકે છે પંરતુ આ ખુબ જ અકલ્પનીય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news