Breaking: કર્ણાટકના રાજ્યપાલે બીએસ યેદિયુરપ્પાનું રાજીનામું સ્વીકાર્યું, નવા મુખ્યમંત્રી તરીકે આ નામ ચર્ચામાં

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે આજે જ તેમની સરકારના બે વર્ષ પૂરા થયા છે. 

Breaking: કર્ણાટકના રાજ્યપાલે બીએસ યેદિયુરપ્પાનું રાજીનામું સ્વીકાર્યું, નવા મુખ્યમંત્રી તરીકે આ નામ ચર્ચામાં

નવી દિલ્હી:કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધુ. અત્રે જણાવવાનું કે આજે જ તેમની સરકારના બે વર્ષ પૂરા થયા છે. આ અવસરે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ લગભગ 35 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન અનેકવાર તેમની આંખોમાં આંસુ પણ આવી ગયા. હવે જોવાનું એ રહેશે કે ભાજપ રાજ્યની કમાન કોને સોંપશે.  સીએમ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું હતું કે તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય માનશે. કહેવાય છે કે તેમની વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. સીએમ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું હતું કે તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય માનશે. કહેવાય છે કે તેમની વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. 

રાજ્યપાલે સ્વીકારી લીધુ રાજીનામું
બીએસ યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મુલાકાત કરીને રાજીનામું સોંપ્યું. રાજીનામું સોંપ્યા બાદ તેમણે કહ્યું કે તેમના પર હાઈકમાનનું કોઈ પ્રેશર નથી. મે જાતે જ રાજીનામું આપી દીધુ છે. મેં  કોઈનું નામ સૂચવ્યું નથી. પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરતો રહીશ. 

— ANI (@ANI) July 26, 2021

પોતાના રાજીનામાની જાહેરાત કરતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમને કર્ણાટકના લોકો માટે હજુ ઘણું કામ કરવાનું છે. તેમણે કહ્યું કે આપણે બધાએ મહેનત સાથે કામ કરવું જોઈએ. ભાવુડ થયેલા યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે.

— ANI (@ANI) July 26, 2021

કાર્યક્રમમાં કરી હતી રાજીનામાની જાહેરાત
કર્ણાટકના રાજકારણમાં એકવાર ફરીથી ખળભળાટ શરૂ થયો છે. આજે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે લંચ બાદ તેઓ રાજ્યપાલને મળશે અને રાજીનામું સોંપી દેશે. આજે જ કર્ણાટકમાં તેમની સરકારને બે વર્ષ પૂરા થયાની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી. 

— ANI (@ANI) July 26, 2021

કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાની રાજીનામાની જાહેરાત બાદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કર્ણાટકના પ્રભારી અરુણ સિંહ સાથે સંસદ ભવનના પોતાના રૂમમાં સ્થિતિ પર ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ કર્ણાટકના નવા સીએમ તરીકે લિંગાયત સમાજના નેતા મૃગેશ નિરાની, બસવરાજ બોમ્મઈ, વોક્કાલિગા સમાજના નેતા અસ્વથ નારાયણ, આર અશોક, સીટી રવિ અને બ્રાહ્મણ જાતિના નેતા પ્રહ્લાદ જોશીનું નામ ચર્ચામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news