ફટાકડા પર પ્રતિબંધથી ભડક્યા કપિલ મિશ્રા, કહ્યું- હિંદુ તહેવારો પર પ્રતિબંધ બની ગઇ છે ફેશન
દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution) ને રોકવા માટે અરવિંદ કેજરીવાલ સરકાર (Delhi Govt) એ દિવાળીના અવસર પર 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution) ને રોકવા માટે અરવિંદ કેજરીવાલ સરકાર (Delhi Govt) એ દિવાળીના અવસર પર 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હી સરકારના આ નિર્ણય પર ભાજપના નેતા કપિલ મિશ્રા (Kapil Mishra)એ પ્રહાર કરતાં અને સવાલ ઉઠાવ્યા કે કેજરીવાલે પ્રદૂષણને રોકવા માટે શું-શું કર્યું.
'પહેલાં જ પોતાની ચરમ પર છે પ્રદૂષણ'
કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને પ્રશ્ન કર્યો, 'શું દર વર્ષે દિવાળી પર ફટાકડાને બેન કરવા યોગ્ય છે? દિલ્હીમાં આજે ફટાકડા ફોડતા નથી તો પ્રદૂષણનું સ્તર આજે કેમ ખરાબ છે? કરવા ચોથના દિવસે ચાંદ જોવા માટે એક-એક કલાક મહેનત કરવી પડી અને પ્રદૂષણ પોતાની ચરમ પર હતું, પરંતુ ત્યારે ફટાકડા ફૂટતા ન હતા.
'પ્રદૂષણને ઓછું કરવા માટે શું અને ક્યારે કરશે'
કપિલ મિશ્રાએ કેજરીવાલને પ્રશ્ન કર્યો કે પ્રદૂષણને ઓછું કરવા માટે તે શું અને ક્યારે કરશે? તેમણે કહ્યું કે 'કેજરીવાલજી કહો કે તે પ્રદૂષણ ઓછું કરવા માટે શું અને ક્યારે કરશે?' તેમણે કહ્યું કે 'દર વર્ષનું આ નાટક છે કે દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ લગાવી દે છે અને આખુ વર્ષ કોઇ પ્રતિબંધ નહી. અને ફટાકડાથી પ્રદૂષણ થાય છે તેનો કોઇ અલગ રિપોર્ટ પણ નથી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન તમામ જગ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે તો શું તે દેશોને ખબર નથી કે પ્રદૂષણ સામે કેવી રીતે ડીલ કરવાની છે.?
'હિંદુ તહેવારો પર બેન બની ગઇ છે ફેશન'
કપિલ મિશ્રાએ કહ્યું 'મને લાગે છે કે સરકારને હિંદુ ધર્મના તહેવારો પર બેન લગાવવામાં આવે છે. શું ક્યારેય સરકાર અપ્ર ઓર્ડર આપી શકે છે કે ઇદ કેવી ઉજવવી જોઇએ અને ક્રિસમસ કેવી ઉજવવી જોઇએ, પરંતુ દિવાળી કેવી ઉજવવામાં આવશે આ ઓર્ડર આપવામાં સરકારને મજા આવે છે. તેમણે કહ્યું કે આ ફેશન બની ગઇ છે હિંદુઓના તહેવાર આવે તો તેના પર પ્રતિબંધ લગાવી દો. દિવાળી પર ફટાકડા બંધ કરો. હોળી પર પાણી ઓછું વાપરો. જન્માષ્ટ્રમી પર દહીં હાંડીની મજાક ઉડાવવાનું શરૂ કરી દો. દુનિયાન કોઇપણ દેશમં કોઇ સરકાર અથવા કોર્ટ તહેવારોને કેવી રીતે ઉજવવામાં આવે, તેનો ઓર્ડર આપતી નથી.
આ નિર્ણયથી વેપારીઓ પર અસર પડશે
કપિલ શર્માએ કહ્યું કે 'ફટાકડા પર પ્રતિબંધની સીધી અસર વેપારીઓ પર પડશે, કારણ કે સરકારે ગ્રીન કેકર્સની પરવાનગી આપી હતી અને હવે પ્રતિબંધ લગાવી દીધો. 2 મહિના સરકારે લાઇસન્સ આપ્યા અને જ્યારે વેપારીઓએ ફટાકડા ખરીદી લીધા તો તેના પર પ્રતિબંધ લગાવી દીધો. જેથી વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે. આ એકદમ હાસ્યાપદ છે અને સરકાર પાસે કોઇ વિઝન નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે