Kanjhawala Case: ઝડપથી ભાગીને ઘરે પહોંચી અંજલિની મિત્ર નિધિ, કંઝાવલા કેસમાં સામે આવ્યા નવા CCTV

Delhi Kanjhawala Accident: સીસીટીવી ફુટેજ દુર્ઘટના સ્થળથી 150 મીટર દૂરના છે. જેમાં રાતનો સમય જોવા મળી રહ્યો છે. આ દુર્ગટના બાદ નિધિ દોડતી પોતાના ઘરે પહોંચી હતી. 

Kanjhawala Case: ઝડપથી ભાગીને ઘરે પહોંચી અંજલિની મિત્ર નિધિ, કંઝાવલા કેસમાં સામે આવ્યા નવા CCTV

નવી દિલ્હીઃ Delhi Girl Accident: દિલ્હીના કંઝાવલા કેસમાં બુધવાર (4 જાન્યુઆરી) વધુ એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફુટેજ દુર્ઘટનાની જગ્યાથી 150 મીટરની દૂર છે. સીસીટીવીમાં પીડિતાની મિત્ર નિધિ (Nidhi) દુર્ઘટના બાદ ત્યાંથી ભાગતી જોવા મળી રહી છે. જેમાં ટાઇમ રાત્રીના 2 કલાક 2 મિનિટનો જોવા મળી રહ્યો છે. કંઝાવલા કાંડમાં મૃત્યુ પામેલી 20 વર્ષીય ઇંજલી સિંહ (Anjali Singh) સાથે દુર્ઘટના સમયે સ્કૂટી પર સવાર યુવતિ નિધિ હતી, જેની દિલ્હી પોલીસે ઓળખ કરી મંગળવારે નિવેદન લીધુ હતું. 

પોલીસે જણાવ્યું હતું કે યુવતી અંજલિની મિત્ર છે અને દુર્ઘટનામાં તેને થોડી ઈજા થઈ છે, જ્યારે કારની નીચે આશરે 12 કિલોમીટર સુધી ઢસળાયા બાદ અંજલિનું મોત થઈ ગયું હતું. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (કાયદો-વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે તે (મૃતકની મિત્ર) ડરી ગઈ હતી અને દુર્ઘટના બાદ ત્યાંથી ભાગી ગઈ હતી. 

— ANI_HindiNews (@AHindinews) January 4, 2023

સીસીટીવી ફુટેજથી મળી નિધિની માહિતી
પોલીસે જણાવ્યું કે મૃતિકાની બહેનપણિએ કોઈને દુર્ઘટના વિશે જણાવ્યું નથી અને તેની માહિતી સીસીટીવી ફુટેજની મદદથી મળી ચે. પોલીસના નિવેદન બાદ અંજલિની બહેનપણિ નિધિ મંગળવારે મીડિયા સામે આવી હતી. નિધિએ કહ્યું કે કારે અમને સામેથી ટક્કર મારી હતી. ત્યારબાદ નિધિ એક સાઇડમાં નીચે પડી જ્યારે અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી. 

દુર્ઘટના બાદ ભાગી ગઈ હતી નિધિ
નિધિએ કહ્યું કે આરોપીઓને ખબર હતી કે નીચે યુવતી ફસાયેલી છે પરંતુ તેણે કાર રોકી નહીં. નિધિએ તે પણ દાવો કર્યો કે દુર્ઘટના સમયે અંજલિ નશામાં હતા અને વાહન ચલાવવાની જીદ કરી રહી હતી. આ વાતને લઈને હોટલની બહાર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. નિધિએ કહ્યું કે આ દુર્ઘટના બાદ હું ડરી ગઈ હતી અને પછી ત્યાંથી ભાગી ગઈ હતી. નોંધનીય છે કે આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે અને પાંચેય પોલીસ કસ્ટડીમાં છે. અંજલિ સિંહના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news