Kamal Haasan's Statement: કમલ હસનનું હિન્દી પર વિવાદિત નિવેદન, ભાષા વિશે શું કહ્યું તે જાણો
Kamal Haasan's Controversial Statement: વાત જાણે એમ છે કે કમલ હસને આ વાત કેરળથી સીપીઆઈ-એમના સાંસદ જ્હોન બ્રિટોસની ટ્વીટને રિટ્વીટ કરતા કહી. સાંસદે હિન્દી પર કટાક્ષ કરતા જે નિવેદન સંસદમાં આપ્યું હતું તેના વીડિયોને ટ્વીટ કર્યો હતો.
Trending Photos
Kamal Haasan's Controversial Statement: હિન્દી અંગે વિવાદ ફરીથી શરૂ થઈ ગયો છે. અભિનેતા કમલ હસને હિન્દી ભાષા અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. કમલ હસને કહ્યું છે કે હિન્દીને બીજા પર થોપવી એ મુર્ખામી છે. હિન્દીને થોપવાનો વિરોધ કરીશું. હિન્દી થોપવાની નાપાક દાનત બરબાદ કરી નાખશે. વાત જાણે એમ છે કે કમલ હસને આ વાત કેરળથી સીપીઆઈ-એમના સાંસદ જ્હોન બ્રિટોસની ટ્વીટને રિટ્વીટ કરતા કહી. સાંસદે હિન્દી પર કટાક્ષ કરતા જે નિવેદન સંસદમાં આપ્યું હતું તેના વીડિયોને ટ્વીટ કર્યો હતો.
સીપીઆઈ-એમના સાંસદ જ્હોન બ્રિટોસે પોતાના વીડિયોને રિટ્વીટ કરતા તેના કેપ્શનમાં લખ્યું કે આ દેશને હિન્દી થોપવાની નાપાક દાનત બરબાદ કરી નાખશે. જો સુંદર પિચાઈ આઈઆઈટીની પરીક્ષા હિન્દીમાં આપત તો શું ગૂગલમાં ટોપ પર હોત?
இதையே கேரளமும் பிரதிபலிக்கின்றது என்பது பாதி இந்தியாவிற்கான சோற்றுப் பதம். பொங்கல் வருகிறது எச்சரிக்கை. ஓ! Sorry உங்களுக்குப் புரிவதற்காக “ஜாக்த்தே ரஹோ” https://t.co/HLIcAHSpnb
— Kamal Haasan (@ikamalhaasan) December 25, 2022
કમલ હસને કરી રીટ્વીટ
ત્યારબાદ સાંસદ જ્હોન બ્રિટોસની ટ્વીટને રીટ્વીટ કરતા કમલ હસને લખ્યું કે કેરળ તે જ દર્શાવે છે અને આ એક કહેવત અડધા ભારત માટે છે. સાવધાન...પોંગલ આવી રહ્યો છે. ઓહ! માફ કરો 'જાગતા રહો' તમારી સમજ માટે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા
અત્રે જણાવવાનું કે હાલમાં જ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી હતી ત્યારે કમલ હસન પણ તેમાં જોડાયા હતા. લાલ કિલ્લા પર થયેલી જનસભામાં કમલ હસને પણ ભાષણ આપ્યું હતું. દિલ્હીમાં જનતાને સંબોધન કરતા તેમણે હિન્દી કે અંગ્રેજીમાં નહીં પરંતુ તમિલમાં ભાષણ આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે