કોંગ્રેસ અને ગાંધી પરિવારે કોરોના સંકટ દરમિયાન માત્ર રાજકારણ કર્યું: જેપી નડ્ડા

Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

કોંગ્રેસ અને ગાંધી પરિવારે કોરોના સંકટ દરમિયાન માત્ર રાજકારણ કર્યું: જેપી નડ્ડા

નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, પીએમ મોદીએ લોકડાઉનનો યોગ્ય સમય પર નિર્ણય લીધો છે. Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

પરપ્રાંતિયોની સમસ્યાઓના સવાલ પર તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આ સંક્ટ કાળમાં માત્ર રાજકારણ સિવાય કંઈ કર્યું નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોએ ઘણા સમય પહેલા લોકડાઉન લગાવી દીધું હતું. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન કોઈ પણ સંજોગોમાં લોકડાઉન હટાવવા માંગતા ન હતા.

પરપ્રાંતિયોની સમસ્યાને ધ્યાનમાં રાખી બિહાર ચૂંટણીમાં શું અસર થશે? આ સવાલના જવાબમાં નડ્ડાએ કહ્યું કે, ભારતની જનતા પીએમ મોદીની સાથે છે. રાજકારણ દરેક પરિસ્થિતિમાં એક પડકાર છે. કોરોના સંક્ટના સમયે ભાજપે સમગ્ર દેશમાં કામ કર્યું છે. બિહારમાં નીતિશ કુમારે સારૂ કામ કર્યું છે. બિહાર ચૂંટણીમાં વધારે બેઠકોથી જીતીશું.

જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પર મોટી જવાબદારી છે, તો ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શન વિશે તમે શું વિચારો છો? આ અંગે નડ્ડાએ કહ્યું કે હું એકલો નથી, ભાજપ એક ટીમ છે. મારામાં 'હું' નો અહેસાસ નથી. ટીમે હંમેશાં સારા પરિણામ આપ્યા છે. અમિત શાહને તેમનો ટેકો અને સહયોગ મળે છે. અમારી ટીમમાં દરેક ખેલાડીની પોતાની ભૂમિકા હોય છે. કેપ્ટન બનાવાથી બેટિંગ ઓર્ડર બદલાતો નથી. પાર્ટીમાં દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા હોય છે.

કોરોના સંકટમાં દેશની અર્થવ્યવસ્થા પર નડ્ડાએ કહ્યું કે, આખો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે અને ણને સંપૂર્ણ વિશ્વાસ છે કે, દેશ ફરી એકવાર વિકાસના માર્ગ પર ચાલશે. ચીનના વિકાસના આંકડા પર સવાલ ઉઠાવતા ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, ચીનની સાથે દેશની તુલના સંપૂર્ણપણે ખોટી છે. લદ્દાખમાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે નડ્ડાએ કહ્યું કે દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે. ભારત-ચીન સરહદ વિવાદ પર ભારત સરકાર નજર રાખી રહી છે. ભારતનું ગૌરવ અખંડ રહેશે. દેશના ગૌરવ માટે કંઈ પણ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news