જ્હોનસન એન્ડ જ્હોનસને પોતાના બેબી શેમ્પૂને જણાવ્યો સુરક્ષિત, કહ્યું તપાસથી અસંતુષ્ટ

ચાલુ વર્ષની શરૂઆતમાં રાજસ્થાનના જયપુરમાં ડ્રગ કન્ટ્રોલરના પ્રતિનિધિઓએ પરીક્ષણ માટે જ્હોન્સનના બેબી શેમ્પૂના નમૂના લીધા હતા અને અમે આ પ્રક્રિયા દરમિયાન તેમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો 
 

જ્હોનસન એન્ડ જ્હોનસને પોતાના બેબી શેમ્પૂને જણાવ્યો સુરક્ષિત, કહ્યું તપાસથી અસંતુષ્ટ

જયપુરઃ થોડા દિવસ પહેલા જ્હોનસન એન્ડ જ્હોનસનના બેબી શેમ્પૂની તપાસ દરમિયાન કેટલાક હાનિકારક તત્વો મળ્યા હતા. જેના અંગે સ્પષ્ટતા કરતા જ્હોન્સન એન્ડ જ્હોનસને એક એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં કંપનીએ જણાવ્યું કે, તેના પ્રોડક્ટ્સ શિશુઓ માટે સુરક્ષિત છે અને તેમાં કોઈ પણ પ્રકારના હાનિકારક તત્વો નથી. 

પોતાની એડવાઈઝરીમાં જ્હોનસન એન્ડ જ્હોનસને જણાવ્યું છે કે, તેમના ઉત્પાદનો તદ્દન સલામત છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, તેના તમામ ઉત્પાદનોનું નિર્માણ અને પરીક્ષણ માટે વર્તમાન ભારતીય નિયામક જરૂરિયાતો અને ધારા-ધોરણ અનુસાર ઉત્પાદન બનાવી રહી છે અને તેનું વેચાણ કરી રહી છે. 

આ વર્ષના પ્રારંભમાં રાજસ્થાનના જયપુરમાં ડ્રગ કન્ટ્રોલરના પ્રતિનિધિઓએ પરીક્ષણ માટે જ્હોનસન એન્ડ જ્હોનસનના બેબી શેમ્પુના નમૂના લીધા હતા અને અમે તેમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. જોકે, તેમના દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, તેને અમે સ્વીકારતા નથી. સરકારે પરીક્ષણની પદ્ધતિ, વિગતો અને પ્રમાણના નિષ્કર્ષનો ખુલાસો કર્યો નથી. 

અમે ભારતીય અધિકારીઓને જણાવ્યું છે કે, અમારા શેમ્પૂમાં એક ઘટક તરીકે ફોર્મલાડેહાઈડ ઉમેરતા નથી અને જ્હોનસનના શિશુ શેમ્પૂમાં એવો કોઈ ઘટક તત્વ હોતો નથી જે સમયની સાથે ફોર્મલાડેહાઈડ બહાર પાડી શકે છે. અમારા તમામ ઉત્પાદનો ડી એન્ડ સી અધિનિયમ અંતર્ગત તમામ લાગુ ધારાધોરણ અંતર્ગત ઉપયોગ માટે સુરક્ષિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news