જોધપુરમાં કર્ફ્યૂની મર્યાદા 48 કલાક વધી, હિંસામાં અત્યાર સુધી 141ની ધરપકડ
રાજસ્થાનના જોધપુરમાં તંત્રએ હિંસા બાદ આજે પૂરા થઈ રહેલાં કર્ફ્યૂની મર્યાદા 48 કલાક વધારી દીધી છે.
Trending Photos
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં ઈદ બાદ શરૂ થયેલી હિંસા બાદ રાજ્ય સરકારે આજે મધ્ય રાત્રે પૂર્ણ થઈ રહેલાં કર્ફ્યૂની મર્યાદા 48 કલાક વધારી દીધી છે. જોધપુર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે કર્ફ્યૂની મર્યાદા વધારી છે.
જોધપુરમાં હવે 6 મેએ મધ્ય રાત્રી સુધી કર્ફ્યૂ રહેશે. જોધપુરમાં ઈદ પર થયેલી હિંસા બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. જોધપુર પોલીસે ઈદ પર હિંસામાં સામેલ 141 લોકોની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે ઈદની નમાઝ બાદ જોધપુરના જાલૌરી ગેટ વિસ્તારમાં હિંસા ફાટી નિકળી હતી. નમાઝ બાદ અસામાજિક તત્વો રસ્તા પર આવી ગયા હતા. જોધપુરમાં ઝંડા અને લાઉડસ્પીકરને લઈને થયેલા વિવાદમાં પથ્થરમારો થયો અને ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટના બાદ શહેરમાં તણાવ જોતા તંત્રએ 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દીધુ હતું.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ જિલ્લામાં એક અફવા બાદ માહોલ ખરાબ થયો હતો. શહેરમાં પાકિસ્તાની ઝંડો લગાવવાની અફવા ઉડી હતી. 2 મેએ તંત્ર સાથે બેઠક કરવામાં આવી જેમાં ઈદ પર દર વર્ષની જેમ ચાર રસ્તા પર ઝંડો અને લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ભાજપના નેતાઓ અને પાલિકાએ પણ એક દિવસની મંજૂરી માટે સહમતિ આપી હતી.
ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોએ ઝંડો ચોકમાં લગાવી દીધા હતા. પરંતુ ત્યારે પાકિસ્તાનનો ઝંડો લગાવવાની અફવા ફેલાવવામાં આવી. જાણકારી મેળવી પહોંચેલા ભાજપના લોકોએ ઝંડો ફેંકી દીધો અને આ વાતને લઈને રાત્રે બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે