J&K: BJP નેતા અને તેમના ભાઇની હત્યા બાદ લાગ્યો કર્ફ્યૂ, ઇન્ટરનેટ સેવા બંધ
ભાજપ નેતા અનિલ પરિહાર અને તેમના ભાઇની હત્યાની તપાસ માટે કિશ્તવાડ એડિશનલ એસપીની આગેવાનીમાં એસઆઇટીની રચાન કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
Trending Photos
રાજૂ કેરની, કિશ્તવાડ: જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં ગુરૂવાર રાત્રે (1 નવેમ્બર) આતંકિઓએ બીજેપીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદથી આ વિસ્તામાં તનાવ ભર્યો માહોલ સર્જાયો છે. ઘટના બાદ તે વિસ્તારમાં કર્ફ્યૂ લાગવી દેવામાં આવ્યું છે. ઘટનાની સામે થઇ રહેલા પ્રદર્શનને જોઇ આજે બીજા દિવસે પણ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કિશ્તવાડ ડોડા અને રામબન જિલ્લામાં તાત્કાલીક ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જમ્મૂ સંભાગના બાકી સાત જિલ્લામાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાં માત્ર 2G સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ભાજપ નેતા અનિલ પરિહાર અને તેમના ભાઇની હત્યાની તપાસ માટે કિશ્તવાડ એડિશનલ એસપીની આગેવાનીમાં એસઆઇટીની રચાન કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્વં નેતાના અંચિમ સંસ્કાર શુક્રવાર બપોરે 3 વાગ્યા બાદ કરવામાં આવશે જેમાં જમ્મૂ કાશ્મીર ભાજપના કેટલાક મોટા નેતાઓ શામેલ થશે.
શુ છે સંપૂર્ણ ઘટનાક્રમ
મળતી જાણકારી અનુસાર, ગુરૂવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર તેમની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આતંકિઓએ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આતંકિઓના આ હુમલામાં ભાજપ નેતા અને તેમના ભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હુમલા બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં બે આતંકીઓ શામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
BJP J&K secretary Anil Parihar and his brother were shot by terrorists in Kishtwar around 8 pm today. They were taken to hospital immediately where they succumbed to injury: BJP State President Ravinder Raina. #JammuAndKashmir pic.twitter.com/BoPuJRzfm2
— ANI (@ANI) November 1, 2018
જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી પહેલાથી ઘાત લગાવીને બેસી રહ્યા હતા. ઘટના બાદ આતંકી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. હુમલા બાદ કિશ્તવાડા જિલ્લમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. પરિહારની મોત પર શોક દેખાડતા ભાજપે કહ્યું કે અનિલ અને અજીતના હત્યારા આતંકીઓ પાસેથી બદલો લેવામાં આવશે. તેમણે દેશ માટે કુર્બાની આપી છે. તેમની કુર્બાનીને વ્યર્થ જવા દઇશું નહીં.
ત્યારે પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યુ હતું કે આ એક ખરાબ સમાચાર છે. મારી સંવેદનાઓ અનિલ અને અજીતના પરિવાર સાથે છે.
Very sad news. My condolences to Anil & Ajit Parihar’s family & colleagues. May their souls rest in peace. https://t.co/r6PkFnnvKv
— Omar Abdullah (@OmarAbdullah) November 1, 2018
ભગવાન તેમની આત્માને શાંતી આપે. ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે