શ્રીનગરના રણબીરગઢમાં અથડામણ, સેનાએ બે આતંકીઓને કર્યાં ઠાર
અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી અથડામણમાં બે આતંકીના મોત થયા છે. તેમણે કહ્યું કે, આતંકીઓની ઓળખ અને તેનો ક્યા સંગઠન સાથે સંબંધ હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
Trending Photos
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળો પ્રભાવી રીતે કાર્યવાહી કરી રહ્યાં છે. આ ક્રમમાં સુરક્ષાદળોએ આજે શનિવારે સવારે શ્રીનગરના બહારના વિસ્તાર રણબીરગઢમાં ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધી બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધી છે અને હજુ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરના બહારના ક્ષેત્રમાં સ્થિત રનબીરગઢ વિસ્તારમાં આતંકીઓની હાજરીની સૂચના મળતા સુરક્ષા દળોએ આજે સવારે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સેનાની ટૂકડી પર ગોળીબારી શરૂ કરી, ત્યારબાદ જવાબમાં સુરક્ષા દળોએ ગોળીબારી કરી અને અથડામણ શરૂ થઈ હતી.
Two terrorists have been neutralised in the encounter in Ranbirgarh. Search operation underway. The identity of the terrorists can not be confirmed for now: Naresh Mishra, Army 10 Sector Commander #JammuandKashmir
(Visuals deferred by unspecified time) pic.twitter.com/EH7IEkzokr
— ANI (@ANI) July 25, 2020
અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી અથડામણમાં બે આતંકીના મોત થયા છે. તેમણે કહ્યું કે, આતંકીઓની ઓળખ અને તેનો ક્યા સંગઠન સાથે સંબંધ હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અભિયાન હજુ ચાલી રહ્યું છે તથા આ સંબંધમાં વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે