Jharkhand Election Results 2019: એક જ વર્ષમાં ઝારખંડ સહિત 5 રાજ્યો ભાજપે ગુમાવ્યાં

 છેલ્લા એક વર્ષના વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી જઈ રહ્યું છે. આ જ રીતે જો દેશના તમામ રાજ્યો પર નજર નાખીએ તો 2017ના અંત સુધીમાં ભાજપનું દેશના 71 ટકા ભૂભાગ પર શાસન હતું પરંતુ 2019ના અંત સુધીમાં તો તેનું લગભગ 35 ટકા ભૂભાગ પર શાસન જોવા મળી રહ્યું છે. 

Jharkhand Election Results 2019: એક જ વર્ષમાં ઝારખંડ સહિત 5 રાજ્યો ભાજપે ગુમાવ્યાં

નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (jharkhand assembly election results 2019) ના પરિણામોનો આજે દિવસ છે અને આજનો દિવસ ભાજપ (BJP) માટે ઝટકા સમાન છે. કારણ કે જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યાં છે તે મુજબ હેમંત સોરેનના નેતૃત્વવાળા ગઠબંધને 51નો જાદુઈ આંકડો પાર કરી લીધો જણાય છે. જો અંતિમ પરિણામો પણ આ જ રહ્યાં તો મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડ (Jharkhand)  પણ ભાજપ ગુમાવે તેવી પરિસ્થિતિ થઈ છે. છેલ્લા એક વર્ષના વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી જઈ રહ્યું છે. આ જ રીતે જો દેશના તમામ રાજ્યો પર નજર નાખીએ તો 2017ના અંત સુધીમાં ભાજપનું દેશના 71 ટકા ભૂભાગ પર શાસન હતું પરંતુ 2019ના અંત સુધીમાં તો તેનું લગભગ 35 ટકા ભૂભાગ પર શાસન જોવા મળી રહ્યું છે. 

માર્ચ 2018સુધીમાં 21 રાજ્યો ભગવા રંગે રંગાયેલા હતા
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ જીત મેળવીને સ્પષ્ટ બહુમત મેળવ્યો હતો. ત્યારબાદ ભાજપ એક બાદ એક રાજ્યમાં સત્તા મેળવતી ગયો. 2014માં ભાજપના નેતૃત્વવળા એનડીએની ફક્ત 7 રાજ્યોમાં સરકાર હતી. અહીંથી ભાજપે પરચમ લહેરાવવાનો શરૂ કર્યો હતો. પાર્ટી એક બાદ એક રાજ્ય મેળવતી ગઈ. તે જ વર્ષે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ફતેહ મેળવી. 2017માં યુપીમાં પણ જબરદસ્ત જીત મેળવી. 2018 આવતા તો 21 રાજ્યો ભગવા રંગમાં રંગાઈ ગયા હતાં. આ રાજ્યોમાં કા તો ભાજપની સરકાર હતી અથવા તો ભાજપની ગઠબંધન સરકાર. 

Jharkhand slipping out of BJP's hand, party's presence shrinks on India's map

એમપી, રાજસ્થાન, છત્તીસગઢ ચૂંટણી બાદ ઝડપથી ગ્રાફ ગગડ્યો
માર્ચ 2018માં જ્યાં 21 રાજ્યોમાં ભાજપની સરકાર હતી ત્યાં વર્ષ પસાર થતા તો તસવીર બદલાવવા માંડી, 2018ના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યો ભાજપના હાથમાંથી સરકી ગયાં. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તો લગભગ દોઢ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન હતું. જો કે ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલા કરતા પણ વધુ બેઠકો ભાજપે મેળવી. ભાજપ 303 બેઠકો જીતી ગયું. 

આ VIDEO પણ ખાસ જુઓ...

કેન્દ્રમાં એકવાર ફરીથી મોદી સરકાર બન્યા  બાદ ઓક્ટોબરમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યો. પરંતુ સીએમ પદને લઈને પેચ ફસાયો. જેના કારણે મહારાષ્ટ્ર ભાજપના હાથમાંથી સરકી ગયું. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ એનસીપી-કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી લીધી. જો કે હરિયાણામાં સરકાર બચાવવામાં ભાજપ સફળ રહ્યું કારણ કે તેણે જેજેપી સાથે હાથ મિલાવી લીધો. હવે 2019 પૂરું થતા તો વધુ એક રાજ્ય ભાજપના હાથમાંથી સરકી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news