ઝારખંડ વિધાનસભા ચુંટણી: ચોથા તબક્કાનું મતદાન શરૂ, 15 સીટો પર થઇ રહ્યું છે મતદાન

ચાર જિલ્લાની 15 વિધાનસભા સીટો પર યોજાનારા ચોથા તબક્કાની ચુંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચોથા તબક્કામાં કુલ 221 ઉમેદવાર છે, જેમાં 23 મહિલાઓ સામેલ છે. 15 સીટોમાંથી ત્રણ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે બાકી 12 સામાન્ય વર્ગની સીટો છે.

ઝારખંડ વિધાનસભા ચુંટણી: ચોથા તબક્કાનું મતદાન શરૂ, 15 સીટો પર થઇ રહ્યું છે મતદાન

નવી દિલ્હી: ચાર જિલ્લાની 15 વિધાનસભા સીટો પર યોજાનારા ચોથા તબક્કાની ચુંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચોથા તબક્કામાં કુલ 221 ઉમેદવાર છે, જેમાં 23 મહિલાઓ સામેલ છે. 15 સીટોમાંથી ત્રણ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે બાકી 12 સામાન્ય વર્ગની સીટો છે. અનુસૂચિત જાતિ માટે જે સીટોને અનામત કરવામાં આવી છે, તેમાં દેવઘર, જમુઆ અને ચંદનકિયારી સામેલ છે. તો બીજી તરફ મધુપુર, બગોદર, ગાંડે, ગિરિડીહ, ડુમરી, બોકારો, સિંદરી, નિરસા, ધનબાદ, ઝરિયા, ટુંડી અને બાધમારા સીટો સામાન્ય શ્રેણીમાં સામેલ છે. 

— ANI (@ANI) December 16, 2019

આ 15 સીટો ચાર જિલ્લામાં ફેલાયેલી છે. જ્યારે બગોદર, જમુઆ, ગાંડે, ગિરિડીહ જિલ્લામાં છે. બોકારો અને ચંદનકિયારી બોકારો જિલ્લામાં છે. જ્યારે સિંદરી, નિરસા, ધનબાદ, ઝરિયા, ટુંડી અને બાઘમારા ધનબાદ જિલ્લામાં છે. 

— Narendra Modi (@narendramodi) December 16, 2019

પીએમ નરેંદ્ર મોદીએ ચોથા તબક્કામાં ટ્વિટ કરીને ચોથા તબક્કાના મતદાનમાં વોટ કરવાની અપીલ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથા તબક્કા માટે મતદાન છે. તમામ મતદારોને અપીલ છે કે તે પોતાનું મતદાન અવશ્ય કરે અને લોકતંત્રના આ પાવન પર્વમાં ભાગીદાર બને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news