બોકારો: હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવતા તાજિયામાં બ્લાસ્ટ થયો, 4 લોકોના દર્દનાક મોત, અનેક ગંભીર
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના ઝૂલુસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. અહીં હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી જવાથી કુલ 13 લોકો દાઝી ગયા. જેમાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે.
Trending Photos
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના ઝૂલુસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. અહીં હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી જવાથી કુલ 13 લોકો દાઝી ગયા. જેમાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 9 લોકોની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી મુજબ બોકારોના બેરમો વિસ્તારના ખેતકોમાં આ ઘટના સવારે લગભગ 6 વાગે ઘટી. તમામ મોહરમના તાજિયા લઈને જઈ રહ્યા હતા. ત્યારે તેઓ 11000 વોલ્ટના તારની ઝપેટમાં આવી ગયા.
Jharkhand | Four people were killed and 10 suffered burn injuries when the Tazia they were carrying during the Moharram procession came in contact with a high-tension electric wire in Khetko village of Peterwar Block in Bokaro District today pic.twitter.com/6jFQsDighz
— ANI (@ANI) July 29, 2023
આ ઘટના દરમિયાન ઘટનાસ્થળે રહેલા લોકોએ જણાવ્યું કે તાજિયા ઉઠાવવા દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 11 હજારની હાઈટેન્શન લાઈન તાજિયામાં આવી ગઈ જેના કારણે તાજિયાના જુલુસમાં રાખેલી બેટરી બ્લાસ્ટ થઈ ગઈ. લોકોએ તત્કાળ ઘાયલોને ડીવીસી બોકારોમાં થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. લોકોએ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના અને પુરતી વ્યવસ્થા ન હોવા અંગે પણ ખુબ હંગામો કર્યો. જો કે બાદમાં ઘાયલોને પ્રાથમિક ઉપચાર બાદ બોકારો મોકલી દેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે