જાપાનના પૂર્વ PM શિંજો આબેને ભારતે કેમ આપ્યો હતો સુભાષચંદ્ર બોઝના નામે 'નેતાજી' પુરસ્કાર? જાણો
આજની સવાર જાપાન માટે એક માઠા સમાચાર સાથે થઈ. જોકે, એ સમાચારના કારણે હવે દુનિયાભરના દેશોના રાજકીય વડાઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યાં છે. અને આ એક ગંભીર ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે. આજે વહેલી સવારે જાપાનના પૂર્વ પીએમ અને પીએમ મોદીના મિત્ર શિંજો આબે એક રસ્તાની કિનારીએ સજાને સંબોધી રહ્યાં હતાં. તે દરમિયાન જ તેમના પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો.
Trending Photos
Shinzo Abe Attacked: આજની સવાર જાપાન માટે એક માઠા સમાચાર સાથે થઈ. જોકે, એ સમાચારના કારણે હવે દુનિયાભરના દેશોના રાજકીય વડાઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યાં છે. અને આ એક ગંભીર ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે. આજે વહેલી સવારે જાપાનના પૂર્વ પીએમ અને પીએમ મોદીના મિત્ર શિંજો આબે એક રસ્તાની કિનારીએ સજાને સંબોધી રહ્યાં હતાં. તે દરમિયાન જ તેમના પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો.
ઉલ્લેખનીય છેકે, જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ ખુબ જ ગંભીર છે. જોકે, હજુ સુધી જાપાન સરકારે તેમના નિધન અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તેમણે કરેલાં ઉમદા કાર્યોને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે કરેલાં સામાજિક કાર્યો માટે જ તેમને ભારતનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો પદ્મવિભૂષણ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.
આબેને અપાયો હતો નેતાજી પુરસ્કાર:
આ પુરસ્કાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ એટલેકે, 23 જાન્યુઆરીના રોજ અપાયો હતો. તેમણે જાહેર જીવનમાં રહીને સમાજ માટે કરેલાં ઉમદા કાર્યો અને સમાજમાં પોતાના ઉત્તમ યોગદાન બદલ તેમને આ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે તરફથી જાપાનના કાઉન્સિલર જનરલ નાકામુરા યુતાકાએ નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અને નેતાજી રિસર્ચ બ્યૂરોના નિર્દેશક સુગાતા બોઝના હસ્તે આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં શિંજો આબેને ભારત સરકારના વધુ એક પ્રતિસ્થિત અવોર્ડથી સન્માનિત કરાયા હતાં. વર્ષ 2021માં જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને ભારત સરકારનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
PM મોદીના મિત્રને અપાયો હતો ભારતનો બીજો સર્વોચ્ચ પુરસ્કારઃ
ઉલ્લેખનીય છેકે, તે સમયે વર્ષ 2021માં જાપાનના પ્રધનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદ્શન પટનાયકને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરાઇ છે. તો પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન(મરણોપરાંત), અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ(મરણોપરાંત) અને ધર્મગુરૂ કલદી સાદિક(મરણોપરાંત) સહિત 10ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કુલ 119 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં. જેમાં જાપાન પૂર્વ પીએમ શિંજો આબેને અપાયેલો પદ્મ વિભૂષણનો પુરસ્કાર ભાજપ અને ભારતના સંબંધો તેમજ પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેની દોસ્તીનું મોટું ઉદાહરણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે