જમ્મૂ કાશ્મીર: કુલગામમાં સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને માર્યા ઠાર, હજુપણ અથડામણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓ સાથે અથડામણ હજુ ચાલુ છે.

જમ્મૂ કાશ્મીર: કુલગામમાં સુરક્ષાબળોએ 3 આતંકવાદીઓને માર્યા ઠાર, હજુપણ અથડામણ ચાલુ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓ સાથે અથડામણ હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. તો બીજી તરફ સેનાના એક જવાન અને એક પોલીસકર્મી પણ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં થઈ રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના ગોળીબાર બાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું અને ત્રણ આતંકીઓને ઠાર માર્યા. સમગ્ર વિસ્તારને ઘેરીને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

— Kashmir Zone Police (@KashmirPolice) December 29, 2021

આતંકવાદીઓ સામે અભિયાન બન્યું તેજ
ખીણમાં ઘૂસીને આતંકવાદીઓ સતત સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. તેને જોતા સેનાએ સંબંધિત વિસ્તારોમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરી દીધું છે. આ પહેલા બુધવારે અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે આતંકીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યા છે.

આ પહેલા, કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને કહ્યું હતું કે સુરક્ષા દળો અનંતનાગના શાહાબાદમાં ઓપરેશન ચલાવીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ત્રણેય આતંકીઓના મોતની પુષ્ટિ કરી છે. બંને જિલ્લામાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news