હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી શરૂ, જાણો રિઝલ્ટની લેટેસ્ટ અપડેટ

Haryana Vidhan Sabha Chunav Result 2024 Latest Updates: આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો. બે રાજ્યો ચૂંટણી પરિણામો સત્તાપક્ષ અને વિપક્ષની બદલી શકે છે બાજી.

હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી શરૂ, જાણો રિઝલ્ટની લેટેસ્ટ અપડેટ

Haryana and Jammu Kashmir Elections Result: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના આજે પરિણામ. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરની આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. જેને કારણે આ ચૂંટણીના પરિણામો મોદી સરકાર માટે પણ ખાસ છે. 

 

 

આ સાથે જ હરિયાણા હાલ ભારતીય રાજનીતિ માટે કુરુક્ષેત્ર સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખની છેકે, હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ નિયત સમયાનુસાર ઈવીએમ મશીનથી પણ મતગણતરી શરૂ કરી દેવાઈ છે. જાણો બન્ને રાજ્યોના ચૂંટણી પરિણામોની લેટેસ્ટ અપડેટ...

 

 

હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર? 
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. આગામી 5 વર્ષ સુધી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સત્તા પર કોણ શાસન કરશે તેનો નિર્ણય મંગળવારે (8 ઓક્ટોબર) લેવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં (18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર) મતદાન યોજાયું હતું, જ્યારે હરિયાણામાં માત્ર એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. 
 

Vote counting for #JammuAndKashmirElection2024 to begin at 8 am. pic.twitter.com/cmjfFLfWgL

— ANI (@ANI) October 8, 2024

 

મતગણતરીનાં દરેક રાઉન્ડની સચોટ માહિતી સમયસર અપલોડ કરવામાં આવશે. મતગણતરી દરમિયાન ઉમેદવારો, તેમના અધિકૃત પ્રતિનિધિઓ, રિટર્નિંગ ઓફિસર (આરઓ)/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) અને ECI નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મતગણતરી કેન્દ્રોની અંદર મોબાઇલ લઇ જવાની મંજૂરી નથી

હરિયાણામાં કોણ મેળવશે જીત અને કોને મળશે હાર?
જો હરિયાણાની વાત કરીએ તો અહીં 90 વિધાનસભા સીટો છે. રાજ્યમાં આ બેઠકો માટે 1031 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં 930 પુરુષો અને 101 મહિલાઓનો સમાવેશ થાય છે. 5 ઓક્ટોબરના રોજ એક જ તબક્કામાં હરિયાણાની તમામ સીટો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા કામચલાઉ ડેટા અનુસાર, 66.96 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં મતદાન માટે 20 હજાર 632 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 13500 બૂથ ગ્રામીણ અને 7132 બૂથ શહેરી વિસ્તારોમાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news