J&K: સુરક્ષાબળોના હાથ લાગી મોટી સફળતા, શ્રીનગરમાં ઠાર માર્યા 3 આતંકવાદી

પોલીસ મહાનિરીક્ષક કાશ્મીર ક્ષેત્ર સંજય કુમારએ જણાવ્યું હતું કે શ્રીનગર જિલ્લાના જુનિયરના પોઝવાલપોરા વિસ્તારમાં મુઠભેડમાં ત્રણ આતંકવાદી ઠાર માર્યા હતા. ત્રણેય પાસે હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા હતા.

J&K: સુરક્ષાબળોના હાથ લાગી મોટી સફળતા, શ્રીનગરમાં ઠાર માર્યા 3 આતંકવાદી

શ્રીનગર: જમ્મૂ-કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકવાદ વિરૂદ્ધ ભારતીય સેના અને કાશ્મીર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જોઇન્ટ ઓપરેશનમાં સુરક્ષાબળોએ શ્રીનગરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સવારથી સેના અને આતંકવાદીઓની મુઠભેડ ચાલી રહી હતી. સુરક્ષાબળોએ સવારે જ એક આતંકવાદીને શોપિયામાં ઠાર માર્યો હતો. જમ્મૂ કાશ્મીર પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઘાટીમાં ત્રણ આતંકવાદી ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદી મોડી રાતથી શ્રીનગરમાં સંતાયેલા હતા. સુરક્ષાબળોએ તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 

પોલીસ મહાનિરીક્ષક કાશ્મીર ક્ષેત્ર સંજય કુમારએ જણાવ્યું હતું કે શ્રીનગર જિલ્લાના જુનિયરના પોઝવાલપોરા વિસ્તારમાં મુઠભેડમાં ત્રણ આતંકવાદી ઠાર માર્યા હતા. ત્રણેય પાસે હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા હતા. આતંકવાદી તાજેતરમાં જ થયેલી બીએસએફ જવાનોની હત્યા કરી હતી. 

સંજય કુમારએ જણાવ્યું કે મુઠભેડમાં ત્રણ અજ્ઞાત આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે અત્યારે પણ ઘટનાસ્થળે શોધખોળ ચાલી રહી છે. હથિયાર અને ગોળા બારૂદ પણ મળી આવ્યા છે. આ પહેલાં અમે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે પ્રયત્ન કર્યો હતો, અમે તેમના માતા-પિતાને મુઠભેડના સ્થળ પર પણ લઇ આવ્યા પરંતુ તેમણે પ્રસ્તાવનો અસ્વિકાર કરી દીધો. 

આઇજીએ કહ્યું કે મોતને ભેટેલા આતંકવાદી તાજેતરમાં જ શ્રીનગરના બહારી વિસ્તાર પાનદચમાં બે બીએસએફ કર્મીઓની હત્યામાં સામેલ હતા જે તે સમયે હથિયાર લઇને ફરાર થયા હતા. આ પહેલાં આજે સવારે પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમના વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ઇનપુટ બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી અત્યાર સુધી સ્થગિત છે. 

એક ટોચના અધિકારીએ જણાવ્યું કે 'આ શ્રીનગરમાં બીજી મુઠભેડ છે, ગત મુઠભેડમાં જિજ્બ કમાંડર જુનૈદ સહરાઇ અને ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. અને હવે એક મહિનામાં વધુ 3 આતંકવાદી ઠાર માર્યા છે. આ દરમિયાન સાવધાનીના ભાગરૂપે શ્રીનગરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news