PoK માં સ્થિતી ખરાબ છે, લોકો ત્યા નથી રહેવા માંગતા: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, PoK માં સ્થિતી ખુબ જ ખરાબ છે

PoK માં સ્થિતી ખરાબ છે, લોકો ત્યા નથી રહેવા માંગતા: સત્યપાલ મલિક

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) 370 હટાવાયા બાદ જનજીવન એક વખત ફરીથી સામાન્ય થઇ ચુક્યું છે. શનિવારે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે (Satyapal Malik) એક સરકારી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું. કાર્યક્રમ દરમિયાન જનતાને સંબોધિત કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, PoK ના લોકો પાકિસ્તાનમાં રહેવા નથી માંગતા. ઇમરાન પીઓકેનાં લોકોને ભડકાવવા માંગે છે. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરનાં વિકાસની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરનો વિકાસ કરવાનો છે, જે જરૂર હશે.

ગાયોને કપાવા પણ નહી દઇએ, ખેડૂતોના પાકને પણ નુકસાન નહી થાય: યોગી
જમ્મુ કાશ્મીરનાં હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકે (Jammu Kashmir Governor Satyapal Malik) કહ્યું કે, જે નિર્ભાગ્ય હોય છે તે વ્યક્તિ ખીરની ભરેલી થાળીને લાત મારે છે. જો આપણે કંઇ લઇ ન શકીએ તો તે આપણુ દુર્ભાગ્ય છે. દિલ્હીનું (Delhi) દરેક મંત્રાલય (Ministry) પોતાનો પટારો અહીં ખોલીને બેઠા છે, તમે જાઓ અને મેળવો.

મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ
મલિકે કહ્યું કે, જ્યારે મે ચાર્જ લીધો હતો ત્યારે વડાપ્રધાને (Prime minister) કહ્યું હતું કે, કાશ્મીરને (Kashmir) એટલુ ચમકાવી દો કે PoK ના લોકો બોર્ડર પાર કરીને આ બાજુ આવે અને કહે કે અમારુ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir). દેશના ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અંગે વાત કરતા સત્યપાલ મલિકે કહ્યું કે, ક્યારેય સાંભળ્યું છે કે હોમ મિનિસ્ટર બેસીને પંચાયતોની વાતો સાંભળતા હોય. તે અમિત શાહ (Amit Shah) એવી વ્યક્તિ જેના નામથી નેતાઓનો જીવ જાય છે, તેઓ બેસીને પંચાયતોની બેઠક યોજી રહ્યા છે. દિલ્હીના દરવાજા તમારા માટે ખુલા છે. એવું ક્યારે પણ નથી થયું.

હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ
સફરજન (Apple) ખરીદી મુદ્દે સરકારનું પ્લાનિંગ ગણાવતા તેમણે આગળ કહ્યું કે, જે એપલ કાશ્મીરનાં ખેડૂતો પાસેથી 3 રૂપિયા કિલો ભાવે ખરીદવામાં આવે છે તે 15 રૂપિયા કિલોમાં સરકાર ખરીદશે. પાકિસ્તાનના (Pakistan) ખરીદેલા લોકો તેમને ધમકાવી રહ્યા છે. હું તેમને ચેતવણી આપવા માંગીશ કે તમારો સમય હવે પુરો થઇ ચુક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news