J&K: મુજગુંડમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, એક આતંકી માત્ર 14 વર્ષની ઉંમરનો
જમ્મુ અને કાશ્મીરમાં મુજગુંડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે છેલ્લા 15 કલાકથી પણ વધુ સમયથી અથડામણ ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં મુજગુંડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણનો આખરે 18 કલાક બાદ અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકીઓ શ્રીનગરમાં હુમલો કરવાની ફિરાકમાં હતાં. માર્યા ગયેલા 3 આતંકીઓમાંથી 2 વિદેશી હતા. તમામ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સંગઠન સાથે જોડાયેલા કહેવાય છે. જેમાંથી એકની ઉંમર 14 વર્ષની હતી. હજુ જો કે તેમના મૃતદેહો મળી આવ્યાં નથી. આ અથડામણ દરમિયાન લગભગ 6 ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે.
સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સયુંક્ત રીતે આ અભિયાનને અંજામ આપી રહ્યાં છે. સુરક્ષા દળોને અથડામણ દરમિયાન પથ્થરમારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે સાંજે આતંકીઓના સમર્થનમાં પથ્થરબાજોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં શનિવાર રાતથી જ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આ અથડામણ શનિવારે જમ્મુ અને કાશ્મીરની ઉનાળું રાજધાની ગણાતી શ્રીનગરના બહારના વિસ્તાર મુજગુંડમાં શરૂ થઈ હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ મુજગુંડમાં શ્રીનગર બાંદીપુરા માર્ગ પાસે સાંજે ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહી અથડામણમાં ફેરવાઈ ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે