J&K: પંપોરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પંપોર (Pampore) માં સુરક્ષાદળો પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. દક્ષિણ કાશ્મીરના પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફ (CRPF) ની 110 બટાલિયન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી (ROP) પર તૈનાત હતાં. અચાનક ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતાં. જેમાંથી 2 જવાન શહીદ થયા છે. 

J&K: પંપોરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પંપોર (Pampore) માં સુરક્ષાદળો પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. દક્ષિણ કાશ્મીરના પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફ (CRPF) ની 110 બટાલિયન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી (ROP) પર તૈનાત હતાં. અચાનક ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતાં. જેમાંથી 2 જવાન શહીદ થયા છે. 

— ANI (@ANI) October 5, 2020

વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે જણાવવાનું કે 27 સપ્ટેમ્બરના રોજ પુલવામા જિલ્લાના અવંતીપોરાના સબૂરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળો પાસે 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાનું ઈનપુટ હતું. ત્યારબાદ ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતાં. આ અથડામણ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news