જલિયાવાલા બાગ દુર્ઘટના ભારતમાં બ્રિટિશ ઇતિહાસની શરમજનક દુર્ઘટના: થેરેસા મે
બ્રિટનના પીએમ થેરેસા મેએ કહ્યું કે, 1919ની જલિયાવાલા બાગ દુર્ઘટના બ્રિટિશ-ભારતીય ઇતિહાસ માટે શરમજનક બાબત છે, જો કે તેમણે માફી નહોતી માંગી
Trending Photos
લંડન : જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ બાદ બ્રિટને અફસોસ વ્યક્ત કર્યો બ્રિટિશ વડાપ્રધાન થેરેસામેએ તેને તત્કાલીન બ્રિટિશ શાસન માટે શરમજજનક ધબ્બો ગણાવ્યો હતો. થેરેસા મેનાંઆ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 13 એપ્રીલને જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અને બ્રિટને આ અંગે માફી માંગવી જોઇએ તે માંગ પ્રબળ થઇ રહી છે.
થેરેસાએ એક નિવેદન બહાર પાડીને આ હત્યાકાંડ અંગે અફસોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જે થયું અને જે ત્રાસ સહન કરવો પડ્યો તે અંગે અમને અફસોસ છે. તેમણે આગળ કહ્યું કે, 1919ની જલિયાવાલા બાગ દુર્ઘટના બ્રિટિશ ભારતીય ઇતિહાસ માટે શરમજનક પાસુ છે. જેવું કે મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ 1997માં જલિયાવાલા બાગ પહેલા કહ્યું હતું કે, તે ભારત સાથેના અમારા ઇતિહાસનું એક ખુબ જ દુખદ ઉદાહણ છે.
AFP: British Prime Minister Theresa May in British Parliament today expressed regret for #JallianwalaBaghMassacre; said, "We deeply regret what happened and the suffering caused." pic.twitter.com/F5CWvDfObg
— ANI (@ANI) April 10, 2019
બ્રિટનમાં વિપક્ષે કહ્યું માફી માંગો
બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીએ થેરેસા મે પાસે માંગ કરી છે કે તેઓ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન થયેલી આ ઘટના માટે માફી માંગે. લેબર પાર્ટીનાં નેતા જેરેમી કાર્બિને કહ્યું કે, સરકારે આ અંગે પુર્ણ સ્પષ્ટ રીતે માફી માંગવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છેકે આ અગાઉ 2013માં તત્કાલીન વડાપ્રધાન ડેવીડ કેમરોન પણ ભારતની મુલાકાત સમયે આ દુર્ઘટનાને ખુબ જ શરમજનક ગણાવી હતી. જો કે તેમણે પણ થેરેસા મે પાસે આ પ્રકારની ઘટનાની માફી માંગી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, એક દિવસ પહેલા જ મંગળવારે ઔપચારિક માફી માંગવા મુદ્દે બ્રિટિશ સરકારે આ અંગે વિચાર કરવા માટે આર્થિક મુશ્કેલીઓનાં તથ્યો પર ધ્યાન આપવા અંગે પણ જણાવ્યું હતું. બ્રિટિશ વિદેશ મંત્રી માર્ક ફિલ્ડે ઘટના પર હાઉસ ઓફ કોમન્સ પરિસરના વેસ્ટમિંસ્ટર હોલમાં આયોજીત ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, આપણે તે વાતોની એક સીમા રેખા બનાવવી પડશે જે ઇતિહાસનો શરમજનક હિસ્સો હોય.
13 એપ્રીલ 1919ના રોજ અમૃતસરનાં સુવર્ણ મંદિરની નજીક આવેલા જલિયાવાલા બાગમાં આ દુર્ઘટના બની હતી. લોકો શાંતિપુર્ણ રીતે રોલેક એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. જેના પર અંગ્રેજી અધિકારી જનરલ ડાયરે ગોલિળો ચલાવડાવી હતી. આ હત્યાકાંડમાં 400થી વધારે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણ સ્વતંત્રતા સંગ્રામ પર અસર થઇ હતી. આ ઘટનાથી જ ભારતમાં બ્રિટિશ શાસનના અંતની શરૂઆત બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે