દુનિયાની આઠમી અજાયબી, જાણે જોઈ લો સમુદ્ર પર તરતો અદભૂત મહેલ 

સમુદ્રમાં તરતા વિશાળ ટાપુ જેવી...વર્લ્ડ ક્લાસ શાનદાર ક્રુઝશિપ 'કર્નિકા'ની સેવાઓ હવે ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. જલેશ ક્રુઝની આંતરરાષ્ટ્રીય સ્તરની કર્નિકા ક્રુઝશિપ 14 માળની શાનદાર ક્રુઝ છે. લગભગ 2700 મુસાફરોની ક્ષમતાવાળી આ કર્નિક ક્રુઝની લંબાઈ 250 મીટર છે. 

દુનિયાની આઠમી અજાયબી, જાણે જોઈ લો સમુદ્ર પર તરતો અદભૂત મહેલ 

નવી દિલ્હી: સમુદ્રમાં તરતા વિશાળ ટાપુ જેવી...વર્લ્ડ ક્લાસ શાનદાર ક્રુઝશિપ 'કર્નિકા'ની સેવાઓ હવે ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. જલેશ ક્રુઝની આંતરરાષ્ટ્રીય સ્તરની કર્નિકા ક્રુઝશિપ 14 માળની શાનદાર ક્રુઝ છે. લગભગ 2700 મુસાફરોની ક્ષમતાવાળી આ કર્નિક ક્રુઝની લંબાઈ 250 મીટર છે. સમુદ્ર પર તરતી આ ક્રુઝ કોઈ 7 સ્ટાર હોટલ કરતા પણ વધુ શાનદાર છે. ગોવાના +ક્રુઝ ટર્મિનલ પર લાગેલા જેલેશ ક્રુઝની ભવ્યતાને જોઈને એક અલગ જ અનુભવ થાય છે. ભારતના પહેલા શાનદાર ક્રુઝશિપ કર્નિકાએ પોતાની મેડન વોયેજ એટલે કે પહેલી મુસાફરી પણ પૂરી કરી. 

મુસાફરો માટે 'સ્વર્ગનો યાદગાર અનુભવ' 
ગત સાંજે મુંબઈથી ઓવરનાઈટ જર્ની પૂરી કરીને ક્રુઝ સવારે ગોવા પહોંચ્યું હતું. જલેશ ક્રુઝની ક્રુઝશિપ ભારતમાં હવે લોન્ચ થઈ ગઈ છે અને તેની સાથે જ ટુરિઝમે નવી ઊંચાઈ આંબી છે. આ ક્રુઝ યાત્રાનો લાભ ઉઠાવનારા મુસાફરો માટે આ અનુભવ એકદમ યાદગાર રહ્યો. ક્રુઝ પર પોતાનો બર્થડે ઉજવીને પાછી ફરેલી અક્ષતા માલીનું કહેવું છે કે બર્થડે મનાવવા માટે તેઓ ક્રુઝ પર આવ્યાં હતાં. જે ખુબ સારો અનુભવ રહ્યો. જીવનભર યાદ રહેશે. અન્ય એક મુસાફર દીપકનું કહેવું છે કે ખુબ શાનદાર ક્રુઝ છે અને દેશમાં પહેલીવાર શરૂ થયેલી આ યાત્રાનો હું સાક્ષી રહ્યો. 

ક્રુઝ પર યાત્રીઓના આનંદ પ્રમોદ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનાથી યાત્રીઓ ખુબ પ્રભાવિત થયા હતાં. હિમાંશુ પટેલ નામના એક યાત્રીનું કહેવું છે કે દેશના પહેલા પ્રિમિયમ ક્રુઝનો હું સાક્ષી રહ્યો તે અનુભવ સારો રહ્યો. પર્પલ અને પિંકિંશ રંગનો ખુબ જ આકર્ષક કર્નિક ક્રુઝ અરબ મહાસાગરમાં તરતા કોઈ સ્વર્ગથી ઉતરતો નહતો. સમુદ્ર પર તરતી આ સેવન સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે. જે જુએ તેની આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. 14 માળની ક્રુઝ શિપમાં પ્રવેશ કરતા જ આખી દુનિયાની સુંદરતા આંખો સામે નજરે ચડે છે. ક્રુઝ શિપમાં શોપિંગની સુવિધિ માટે શાનદાર શોપિંગ મોલ પણ છે. ખુબ જ આકર્ષક રેસ્ટોરામાં દેશી વિદેશી ડિશીઝ મુસાફરીમાં ચાર ચાંદ લગાવે છે.

ક્રુઝ પર મનોરંજન માટે વિવિધ વ્યવસ્થા
ક્રુઝ પર મનોરંજનની પણ સારી વ્યવસ્થા છે. સમુદ્ર પર તરતા ક્રુઝની અંદર મોટા આકર્ષક બે સ્વીમિંગ પૂલ છે જેમાં સ્વિમિંગ કરવાની એક અલગ જ મજા છે. ક્રુઝમાં યુવા, બાળકોના મનોરંજન માટે ખાસ ખ્યાલ રખાયો છે. બાળકો માટે ખાસ વોટરપાર્ક બનાવવામાં આવેલો છે. સુંદર સજાવટવાળા રૂમની બારીઓમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. દેશની આ પહેલી આંતરરાષ્ટ્રીય ક્રુઝની સફર કરવાનું દરેકને મન થઈ જશે. કર્નિકા ક્રુઝ શિપના સીઈઓ જર્જેન બેલમનું કહેવું છે કે તે ભારતની પહેલી ક્રુઝ શિપ છે. જેની મુસાફરી ખુબ શાનદાર છે. હોસ્પિટાલીટીનો ખુબ ખ્યાલ રખાય છે. દરેક સુવિધાનો ખ્યાલ રખાય છે. શોપિંગથી લઈને મનોરંજનની તમામ વ્યવસ્થા કરાઈ છે. ઈન્ડિયામાં ક્રુઝશિપમાં સવાર મુસાફરોને ઈન્ડિયન ડોસા અને અન્ય ડિશો પણ ઉપલબ્ધ થાય છે. આ શાનદાર ક્રુઝશિપથી મુસાફરી કરનારા રાતે કોઈ શહેરમાં તો દિવસની સવાર કોઈ બીજા શહેરમાં અને દેશ વિદેશમાં મુસાફરીનો આનંદ ઉઠાવી શકશે. 

ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રુઝશિપનું વધતું ચલણ
આ ક્રુઝ શરૂ થયા બાદ ટ્રાવેલ એન્ડ ટુર ઈન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે તેનાથી દેશમાં આવનારો સમય પર્યટન ક્ષેત્રે નવી ઊંચાઈઓને આંબશે. ટુર ઓપરેટર દિગ્વિજય ત્રિપાઠીનું કહેવું છે કે જે લોકો વિદેશોમાં જઈને ક્રુઝનો આનંદ ઉઠાવે છે તેમને હવે દેશમાં જ તે આનંદ મળી શકશે. કર્નિકા ક્રુઝ શિપ પોતાના અલગ અલગ રૂટ અને પ્રોગ્રામની ડિટેલ આપશે. મુંબઈ-ગોવા-મુંબઈ રૂટ પર તે શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત મુંબઈ-ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ રૂટ્સ ઉપર પણ તે હવે ઉપલબ્ધ થશે. કર્નિકા ક્રુઝ શિપની દેશી વિદેશી પર્યટકો માટે સિંગાપુર, દુબઈ, અને ખાડી દેશોના ખુબ જ આકર્ષક શહેરોની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news