ભારત એક વખત શરૂઆત કરે અમે બિનશરતી તમામ મદદ કરવા માટે તૈયાર: ઇઝરાયેલ

ભારત પણ ઇઝરાયેલની જેમ આતંકવાદ પીડિત રાષ્ટ્ર છે તેથી તેના કોઇ પણ પગલામાં ઇઝરાયેલનો સંપુર્ણ સહયોગ રહેશે

ભારત એક વખત શરૂઆત કરે અમે બિનશરતી તમામ મદદ કરવા માટે તૈયાર: ઇઝરાયેલ

નવી દિલ્હી : ઇઝરાયલે ભારતને વિશેષ રીતે આતંકવાદથી પોતાનો બચાવ કરવા માટે બિનશરતી મદદની રજુઆત કરતા જોર આપ્યુ કે તેની મદદની કોઇ નથી. ઇઝરાયલેનું આ આશ્વાસન આ વધતી માંગની પૃષ્ટભુમિમાં ખાસુ મહત્વપુર્ણ છેકે સરકાર આતંકવાદી હુમલાઓને પહોંચી વળવાની ઇઝરાયેલી પદ્ધતી અંગે વિચાર કરે. ભારતમાં ઇઝરાયેલનાં નવનિયુક્ત રાજદુત ડૉ. રોન મલકાની ટીપ્પણી એક સવાલનાં જવાબમાં આવી કે તેમનો દેશ આતંકવાદથી પીડિત ભારતની  તમામ પ્રકારે મદદ કરી શકે છે. ગત્ત ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં એક ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. 
જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

આ આતંકવાદી હુમલાને પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે પાર પાડ્યું હતું. આ આતંકવાદી હુમલા બાદ તે માંગ જોર પકડી રહી છે કે સરકારને આતંકવાદની વિરુદ્ધ અભિયાન માટે ઇઝરાયેલ દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતી પર જોર આપવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી સેના પોતાની સટીક અને ત્વરીત કાર્યવાહી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. 

મલકાએ ગત્ત અઠવાડીયાની સરૂઆતમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ભારતને પોતાના સંરક્ષણ માટે જે જરૂરી છે, તેની કોઇ સીમા નથી. અમે પોતાનાં નજીકના મિત્રો ભારતને ખાસ કરીને આતંકવાદની વિરુદ્ધ બચાવ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે, કારણ કે આતંકવાદ વિશ્વની સમસ્યા છે, ન કે માત્ર ભારત અને ઇઝરાયેલની. તેમણે ભાર પુર્વક કહ્યું કે, વિશ્વને સહયોગ કરીને આતંકવાદ સામે લડવું જોઇએ અને તેને ખતમ કરવો જોઇએ. એટલા માટે અમે ભારતની મદદ કરીએ છીએ, પોતાની માહિતી વહેંચીએ છીએ કારણ કે અમે વાસ્તવમાં અમારા મહત્વપુર્ણ મિત્રની મદદ કરવા ઇચ્છીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news