Operation Ajay: ઈઝરાયેલ-હમાસના ઘમાસાણ વચ્ચે ભારતનું ઓપરેશન 'અજય' તેજ, 235 ભારતીયો દિલ્હી પહોંચ્યા

Israel Hamas War Latest Updates: ઈઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે 212 ભારતીયોને સુરક્ષિત લાવ્યા બાદ આજે 235 ભારતીયો સુરક્ષિત રીતે ભારત આવી પહોંચ્યા. તેમણે શુક્રવારે સાંજે રાજધાની તેલ અવીવથી ઉડાણ ભરી હતી. વિદેશમંત્રી ડો.એસ જયશંકર અને ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી

Operation Ajay: ઈઝરાયેલ-હમાસના ઘમાસાણ વચ્ચે ભારતનું ઓપરેશન 'અજય' તેજ, 235 ભારતીયો દિલ્હી પહોંચ્યા

Israel Hamas War Latest Updates: ઈઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે 212 ભારતીયોને સુરક્ષિત લાવ્યા બાદ આજે 235 ભારતીયો સુરક્ષિત રીતે ભારત આવી પહોંચ્યા. તેમણે શુક્રવારે સાંજે રાજધાની તેલ અવીવથી ઉડાણ ભરી હતી. વિદેશમંત્રી ડો.એસ જયશંકર અને ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. દૂતાવાસે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે દૂતાવાસે આજે વિશેષ ઉડાણ માટે રજિસ્ટર્ડ નાગરિકોને ઈમેઈલ કર્યો છે. અન્ય રજિસ્ટર્ડ લોકોને પછીની ઉડાણ માટે સંદેશા માકલવામાં આવશે. 

હમાસે 7 ઓક્ટોબરે કર્યો હતો હુમલો
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો અને લગભગ એક હજાર જેટલા લોકોની હત્યા કરી. ત્યારબાદથી ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી અને હવે ગાઝાપટ્ટી પર તે તાબડતોડ હવાઈ હુમલા કરી રહ્યું છે. હમાસ પણ વચ્ચે વચ્ચે ઈઝરાયેલમાં રોકેટ વરસાવી રહ્યું છે. યુદ્ધ ભડક્યા બાદ તમામ દેશો ઈઝરાયેલથી પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર  કાઢવા માટે લાગ્યા છે.

— ANI (@ANI) October 14, 2023

ભારતે લોન્ચ કર્યું ઓપરેશન અજય
ભારતે પોતાના નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ઓપરેશન અજયની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને સુરક્ષિ રીતેપાછા લાવવા માટે વિશેષ ઉડાણ ગુરુવારે મોડી સાંજે 211 વયસ્ક અને એક શિશુને લઈને ઉપડી અને શુક્રવારે સવારે દિલ્હી પહોંચી. હવે નાગરિકોનો બીજો જથ્થો આજે સવારે દિલ્હી પહોંચ્યો. 

વાયુસેનાના મોટા વિમાનો પણ સ્ટેન્ડબાય
ઈઝરાયેલમાં હજારો ભારતીયો છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જે પણ ભારતીયો પાછા આવવા માંગતા હોય તેઓ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. આવા નાગરિકોને પાછા લાવવા માટે વ્યવસ્થા કરાશે. સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ હાલ આ ઓપરેશન ચાર્ટર્ડ વિમાનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ જરૂર પડી તો ભારતીય વાયુસેનાને પણ આ ઓપરેશનમાં ઉતારવામાં આવી શકે છે. આ માટે વાયુસેનાના મોટા પરિવહન વિમાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news