શું ખરેખર મહિલાઓના બેન્ક ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવી રહી છે સરકાર?


સોશિયલ મીડિયા પર કોરોના કાળમાં ઘણા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યાં છે. 
 

શું ખરેખર મહિલાઓના બેન્ક ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવી રહી છે સરકાર?

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોરોના કાળમાં ઘણા એવા મેસેજ વાયરલ થાય છે, જે ખરેખર સાચા હોતા નથી. આવા ફેક ન્યૂઝને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. હાલના દિવસોમાં આવા ઘણા મેસેજ કે પોસ્ટ ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઈ છે, જેના ફેક્ટ ચેક કર્યા બાદ ખ્યાલ આવ્યો કે આ સંપૂર્ણ રીતે ખોટા છે. 

આવો એક મેસેજ આજકાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર મહિલા સ્વરોજગાર યોજના હેઠળ બધી મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. પરંતુ આ મેસેજ સત્ય નથી, કારણ કે સરકાર તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

ભારત સરકારની સંસ્થા પીઆઈબીએ આ વાયરલ મેસેજની સત્યતાની તપાસ કરીને અલગ ખુલાસો કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે જણાવ્યું કે, આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સ્વરોજગાર જેવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. 

— PIB Fact Check (@PIBFactCheck) September 18, 2020

સરકારે નથી લીધો કોઈ આ પ્રકારનો નિર્ણય
કોરોના કાળમાં દેશભરમાં જે પ્રકારની સ્થિતિ બનેલી છે તેવામાં ઘણા ફેક ન્યૂઝ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ વાયરલ ખબરનું ખંડન કરતા કહ્યું કે, સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. સરકારે પણ કોરોના કાળમાં આ પ્રકારના ફેક ન્યૂઝને ફેલાતા રોકવા માટે ઘણા પ્રયાસ કર્યાં છે. 

ભારતની મોટી સફળતા, ચીની સરહદ પાસે 6 નવા શિખરો પર સેનાએ કર્યો કબજો

તમને પણ કોઈ મેસેજ મળે તો કરાવી શકો ફેક્ટ ચેક
જો તમને પણ કોઈ એવો મેસેજ મળે છે તો પછી તેને પીઆઈબીની પાસે ફેક્ટ ચેક માટે  https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259  કે ઇમેલઃ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news