INX મીડિયા કેસઃ જામીન માટે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ચિદમ્બરમે

INX મીડિયા કેસ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની અરજી પર દિલ્હી હાઈકોર્ટ ગુરૂવારે સુનાવણી કરશે. ચિદમ્બરમે હાઈકોર્ટમાં કાયમી જામીન માટે અરજી દાખલ કરી છે 
 

INX મીડિયા કેસઃ જામીન માટે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ચિદમ્બરમે

નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં ચિદમ્બરમની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટ ગુરૂવારે સુનાવણી કરશે. ચિદમ્બરમે આ સાથે જ ન્યાયિક કસ્ટડીને પણ પડકારી છે. ચિદમ્બરમને રોઉજ એવેન્યુ કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલ્યા હતા. ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 19 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. 

આ અગાઉ ચિદમ્બરમે સીબીઆઈના રિમાન્ડને પડકારી અરજી સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી હતી. સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયાધિશ અજય કુમારે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કેસ સાથે સંબંધિત ઈડીના કેસમાં સમર્પણ કરવાની મંજુરી માટે પણ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેના પર 12 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. 

મારી સામે કોઈ આર્થિક અપરાધ નથીઃ ચિદમ્બરમ
ચિદમ્બરમે કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં જણાવ્યું છે કે, આઈએનએક્સ કેસમાં કોઈ જાહેર ફંડનો સમાવેશ થયેલો નથી. તેમાં દેશમાંથી બહાર નાણા લઈ જવા સંબંધિત બેન્ક સાથે છેતરપિંડીનો કેસ કે જમાકર્તાઓ સાથે છેતરપીંડી કે પછી કોઈ કંપનીના નાણા ચોરી કરવાનો કેસ પણ નથી.

ચીદમ્બરમે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, "વર્તમાન કેસમાં INX મીડિયામાં સીધા વિદેશી રોકાણ (FDI) તરીકે રૂ.305 કરોડ આવ્યા હતા, જે 46.21 ઈક્વીટીની મંજૂરીને આધિન છે. આ રૂ.305 કરોડમાંથી રૂ.26 કરોડનું રોકાણ એક ભારતીય આનુસંગિક કંપની INXમાં કરાયું હતું."

અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની અધ્યક્ષતા આર્થિક કાર્ય સચિવ કરે છે. જેમાં અન્ય સચિવ (ઉદ્યોગ, વાણિજ્ય, વિદેશ અને ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ) અને સંબંધિત મંત્રાલયના સચિવ પણ સામેલ હોય છે. આ તમામની ભલામણો બાદ ચિદમ્બરમે ફાઈલને મંજુરી આપી હતી. ઉપરોક્ત વિભાગોના તત્કાલિન સચિવો સાથે બેસાડીને ચિદમ્બરમની તિહાર જેલમાં પુછપરછ કરાઈ છે અને તેમણે જણાવ્યું છે કે, INX મીડિયાને આપવામાં આવેલી મંજુરીમાં કશું ખોટું નથી. 

સાથે જ અરજીમાં જણાવ્યું છે કે, ચિદમ્બરમ આ કેસની ફાઈલો સાથે છેડછાડ કરી શકે એમ નથી, કેમ કે તમામ ફાઈલો સરકાર પાસે છે. રાજકીય દ્વેષના ઈરાદા સાથે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news