શું CM રાજેથી રાજપૂતો નારાજ છે? જયપુર રાજઘરાણાની દીયાકુમારીનો જવાબ વાંચો...

પાંચ વર્ષ પહેલાં મેં કોઈ વચન આપ્યું ન હતું, કેમકે હું રાજનેતા ન હતી અને તે મારી પ્રથમ ચૂંટણી હતી. હા, હું સ્વીકારું છું કે તમામ પ્રયાસો બાદ પણ હમીર પુલ જેવા કેટલાક મુદ્દાઓ પડતર છે 

શું CM રાજેથી રાજપૂતો નારાજ છે? જયપુર રાજઘરાણાની દીયાકુમારીનો જવાબ વાંચો...

મનોજ માથુર/જયપુરઃ આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કયો પક્ષ કયા વિસ્તારામંથી કયા ઉમેદવારને ટિકિટ આપશે તેના ઉપર દરેક પાર્ટી નજર ટકાવીને બેઠી છે. ચૂંટણી પહેલાં 'પદ્માવત'ના મુદ્દે રાજપૂતોની સીએમ રાજે પ્રત્યે નારાજગી જગજાહેર છે. આથી, આવી સ્થિતિમાં શું આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરાને રાજપૂતોનો સાથ મળશે? 

આ સંદર્ભે પિંક સિટી જયપુરના રાજઘરાણાના સભ્ય અને સવાઈ માધોપુરથી ધારાસભ્ય દિયાકુમારી શું અભિપ્રાય ધરાવે છે તેને જાણવા માટે ઝી રાજસ્થાનના ઇનપુટ હેડ મનોજ માથુરે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો સંપૂર્ણ ઈન્ટરવ્યુ. 

Q -1 :  પાર્ટીનો હાઈકમાન્ડ પણ સ્વીકારે છે કે જે રીતે જયપુરમાં મંદિર તોડવામાં આવ્યા અને રાજપૂત સમાજ સાથે કેટલા વિશેષ કેસમાં વ્યવહાર કરાયો છે, તેનાથી પક્ષને નુકસાન થયું છે. તમારો આ મુદ્દે શો દૃષ્ટિકોણ છે?

જવાબ : રાજપૂત સમાજનો સવાલ છે ત્યાં સુધી હું એમ કહીશ કે આ સમાજ ભાજપની નજીક છે. રાજપૂત સમાજ ભાજપને જ વોટ આપતો આવ્યો છે, જે કંઈ પણ નારજગી હતી તેને દૂર કરી લેવાઈ છે. રાજપૂત સમાજ પોતાની નિષ્ઠા માટે જાણીતો છે, મને નથી લાગતું કે તે ભાજપને છોડીને બીજે ક્યાંય જાય. મંદિરોની વાત છે ત્યાં સુધી આ મુદ્દો હવે લગભગ પૂરો થઈ ગયો છે. મંદિરોનું પુનઃનિર્માણ અને પુનઃસ્થાપના થઈ ચુકી છે. 

Q -2 : એ વાત સાચી છે કે હવે અસંતોષ રહ્યો નથી, પરંતુ શું એ સાચું નથી કે સરકાર સાથે તમારા પોતાના પણ ડિસ્પ્યુટ રહ્યા છે. એ સમયે મીડિયામાં ઘણી ચર્ચા ચાલી હતી, તમે અને સરકાર સામ-સામે આવી ગયા હતા?

જવાબ : હા, એ સાચું છે કે એક-બે બાબત એવી હતી. જોકે, મને લાગે છે કે એ બધું Communication Gapને કારણે હતું. હું એમ તો નહીં કહું કે સરકાર અને અમારા વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હતા, પરંતુ એટલું જરૂર કહીશ કે અમારા અને સરકારી અધિકારીઓ વચ્ચે કેટલાક Communication Gap હતા. આ બધી જૂની બાબતો છે અને હવે હું સંતુષ્ટ છું. 

Q -3 : હવે રાજકારણની વાત કરીએ. બહુમત હોવા છતાં જનપ્રતિનિધિઓમાં, કાર્યકર્તાઓમાં અસંતોષ રહ્યો છે... તમારી દૃષ્ટિએ કયા કારણ રહ્યા છે?

જવાબ : મને નથી લાગતું કે કોઈ એવું મોટું કારણ રહ્યું છે. અનેક વખત વિરોધ પક્ષ પાસે મુદ્દા હોતા નથી તો આવી બાબતો વિરોધ પક્ષ તરફથી ફેલાવામાં આવે છે. વિરોધ પક્ષ મુદ્દા વગરનો હતો, પ્રજાના કામ થઈ રહ્યા હતા અને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ન હતા, એટલે વિરોધ પક્ષે આ બધી બાબતો ફેલાવી હતી. સ્થિતિઓ ભલે ગમે તેટલી હોય, પરંતુ સંગઠને ઘણું કામ કર્યું છે અને મારું માનવું છે કે વાતાવરણ સંતોષજનક છે. 

Q -4 : જો આમ થાય છે તો શું સીટ બદલવાની, ટિકિટ કાપવાની જે વાતો આવી રહી છે. ધારાસબ્યો સીટ બદલવા માગે છે, પક્ષ ટિકિટ કાપીને એન્ટીઈન્કમબન્સી દૂર કરવા માગે છે?

જવાબ : આ વિષય પર હું વધુ કંઈ નહીં કહું. આ બાબત નેતૃત્વએ જોવાની છે. મને વિશ્વાસ છે કે પક્ષના હિતમાં જે હશે તે હાઈકમાન્ડનો નિર્ણય હશે. 

Q -5 : તમારો ચૂંટણી ક્ષેત્ર બદલવાની વાત ચાલી રહી છે. શું તમે સવાઈ માધોપુર છોડીને કોઈ અન્ય બેઠક પરથી ચૂંટણી લડવા માગો છો?

જવાબ : ના, વિધાનસભા બેઠક બદલવાનું મારું કોઈ મન નથી. આ માત્ર ચર્ચાઓ છે. સવાઈ માધોપુર સાથે મારે ખાસ લગાવ રહ્યો છે. અંતિમ નિર્ણય તો પાર્ટીએ લેવાનો છે. મને જ્યાંથી કહેવામાં આવશે ત્યાંથી ચૂંટણી લડીશ. 

Q -6 : શું એ સાચું છે કે કેટલાક કાર્યકર્તા અને સમર્થક તમને આ વખતે લોકસભામાં જોવા માગે છે. શું તમે લોકસભા ચૂંટણી લડી શકો છો?

જવાબ : ના, એવી કોઈ વાત નથી. હું અગાઉ પણ કહી ચુકી છું કે પાર્ટી મને જે આદેશ આપશે તે મારા માટે માન્ય હશે. પાર્ટીએ નક્કી કરવાનું છે કે હું કઈ અને ક્યાંથી ચૂંટણી લડું. 

Q -7 : પાંચ વર્ષના કાર્યકાળ પર જો નજર નાખીએ તો તમે કેટલા સંતુષ્ટ છો. કેટલા ાકમ થયા અને શું બાકી રહી ગયું છે?

જવાબ : હું જ્યારે સવાઈ માધોપુરથી ચૂંટણી લડવા ગઈ હતી ત્યારે ત્યાં ઘણું પછાતપણું હતું. અનેક સમસ્યાઓ લાંબા સમયથી કોઈ સુધારા વગર પડતર હતી. મેં લોકોને જણાવ્યું હતું કે, ક્ષેત્રનો વિકાસ થાય એવા તમામ પ્રયાસ હું કરીશ. પાંચ વર્ષ પહેલાં મેં કોઈ વચન તો આપ્યું ન હતું, કેમ કે હું રાજનેતા ન હતી અને એ મારી પ્રથમ ચૂંટણી હતી. હા, એ સ્વીકારું છું કે તમામ પ્રયાસો બાદ પણ હમીર પુલ જેવા કેટલાક મુદ્દા પડતર છે. 

Q -8 : તમે બેટી બચાઓ, મહિલા સશક્તિકરણ અને ચાઈલ્ડ એજ્યુકેશન પર કામ કર્યું છે. કયા મુદ્દા પર કામ કરતા સમયે સૌથી વધુ સંતોષ મળ્યો?

જવાબ : મારો પ્રથમ પ્રયાસ એ હતો કે દરેક પાત્રને સરકારી યોજનાઓનો ફાયદો મળી શકે, જેનાથી તે આત્મનિર્ભર બની શકે. આ ઉપરાંત, મેં મારા પોતાના ફાઉન્ડેશન દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. મારું સ્પષ્ટ રીતે માનવું છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં જરૂરિયાત ધરાવતી વ્યક્તિને શિક્ષણ પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલી ન નડવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news