VIDEO: ઇમરાન ખાનની પત્નીએ મોહમ્મદ અલી જિન્ના સાથે કરી તુનલા, કહી આવી વાત...
બુશરાએ કહ્યું કે લોકોનું માનવું છે કે મે ખાન સાહેબમાં ઘણા પરિવર્તનો લાવ્યા છે, જો કે સત્ય એ છે કે અમે બંન્નેએ એક બીજાને બદલી દીધા છે
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પત્ની બુશરા ઇમરાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, જ્યારે અલ્લાહ કોઇ દેશની કિસ્મત બદલવા માંગે છે, તો તેને એત નેતા નહી પરંતુ લીડર આપે છે અને ઇમરાન ખાન તે જ લીડર છે. ઇમરાને દિલ્હીમાં દેશનું હિત સૌથી પહેલા છે. પાકિસ્તાનની કિસ્મત બુલંદ છે કે તેને ઇમરાન ખાન જેવા લીડર મળ્યા છે. બુશરાએ કહ્યું કે, કાયદા આઝમ મોહમ્મદ અલી જિન્ના એક લીડર હતા. ખાન સાહેબ ( ઇમરાન ખાન) આમ તો લીડર છે. તેમના ઉપરાંત આજના સમયમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆન (રીસેપ તૈય્યપ) જ લીડર છે. આ વિશ્વનાં તમામ રાજનેતાઓ છે.
હવે લોકો ખાન સાહેબ સાથે નજદીકીઓ વધારવા માટે આવે છે મારી પાસે
પાકિસ્તાને સ્થાનિક ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુંમાં બુશરાએ આધ્યાત્મિક માર્ગદર્શકથી વડાપ્રધાનની પત્ની બનવાનાં સવાલ અંગે કહ્યું કે, પહેલા લોકો મારી પાસે અલ્લાહના કરીબિયતના માટે આવે હતા. બીજી તરફ હવે લોકો મારી પાસે ખાન સાહેબ સાથેનું અંતર વધારવા માટે આવે છે. તેમણે કહ્યું કે, ઇબાદત અને દુઆ કરવાનું મહત્વ છે, જો કે માણસાઇની સેવા કરવા વધારે જરૂર છે. આ બધી વાતો મે ખાન સાહેબ પાસેથી શીખી છે.
અમે બંન્નેએ એક બીજાને બદલ્યા- બુશરા ઇમરાન
બુશરાએ કહ્યું કે લોકોનું માનવું છે કે મે ખાન સાહેબમાં ઘણા પરિવર્તન કર્યા છે, જો કે સત્ય છે કે અમે બંન્નેએ જે એખ બીજાને બદલી દીધા છે. મે તેમને શિખવાડ્યું કે ઇબાદત તમને અલ્લાહ સાથે સંબંધ ગાઢ બનાવે છે અને તેમને મને શિખવાડ્યું કે ખુદાની બનાવેલી વસ્તુઓ સાથે પ્રેમ કરવાનું અમે અલ્લાહનાં નજીક લાવે છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તેને તેમની વધતી ધાર્મિકતા માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે ખાન પોતાની વ્યસ્ત દિનચર્યા છતા ધાર્મિક દાયીત્વોને પુરા કરવા માટે સમય જરૂર કાઢ્યા છે.
ખાન સાહેબ કપડા અને ખાવા મુદ્દે બેપરવાહ
ઇમરાનની સાદગી ભરેલી જીવનશૈલી અંગે જણાવતા બુશરાએ કહ્યું કે, તેઓ કપડા અને ખાનનાં મુદ્દે વધારે બેપરવાહ છે. ઘર પર કામ કરનારાઓએ મને જણાવ્યું કે ઇમરાનને જો કોઇ કપડા ગિફ્ટ કરી દે, તો જ તેઓ કપા પહેરે છે. તેમણે ઘણા સમયથી પોતાના માટે કપડા નથી સિવડાવ્યા. ખાન સાહેબે મારા ઘણી વાર કહ્યા બાદ તેમણે ગર્મી માટે થોડા કપડા સિવડાવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે