International Yoga Day: યોગ જીવનનો ભાગ નથી, જીવવાની એક રીત છે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ આ દરમિયાન યોગના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યોગ વિશ્વમાં શાંતિ લાવે છે. 

International Yoga Day: યોગ જીવનનો ભાગ નથી, જીવવાની એક રીત છે: PM મોદી

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ આ દરમિયાન યોગના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યોગ વિશ્વમાં શાંતિ લાવે છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મૈસૂર જેમ ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ જે યોગ ઉર્જાને સદીઓથી પોષિત કરી, આજે તે યોગ ઉર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપી રહ્યું છે. આજે યોગ વૈશ્વિક સહયોગ પારસ્પરિક આધાર બનેલો છે. આજે યોગ માનવ માત્રને નિરોગ જીવનો વિશ્વાસ આપી રહ્યો છે. 

દુનિયામાં શાંતિ લાવે છે યોગ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે #YogaForHumanity. હું આ થીમ દ્રારા યોગના આ સંદેશને માનવતા સુધી પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને તમામ દેશોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. 

Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6

— ANI (@ANI) June 21, 2022

યોગનું મહત્વ જણાવતાં પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી શાંતિ ફક્ત વ્યક્તિઓ માટે નથી. યોગ આપણા સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. યોગ આપણા બ્રહ્માંડમાં શાંતિ લાવે છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર “Guardian Ring of Yoga” નો એવો જ અભિનવ પ્રયોગ વિશ્વભરમાં થઇ રહ્યો છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં સૂર્યોદયની સાથે, સૂર્યની ગતિ સાથે, લોકો યોગ કરી રહ્યા છે. 

પીએમએ આગળ કહ્યું કે યોગાની આ અનાદિ યાત્રા અનંત ભવિષ્યની દિશામાં આ રીતે જ ચાલતી રહેશે. हम सर्वे भवंतु सुखिनः, सर्वे सन्तु निरामया ના ભાવ સાથે એક સ્વસ્થ્ય અને શાંતિપૂર્ણ વિશ્વ યોગના માધ્યમથી ગતિ પણ ગતિ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news