નેપાળી મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો

ભારત અને નેપાળ વચ્ચે ખુબ જૂના સંબંધ છે. પરંતુ હવે આ સંબંધમાં તિરાડ પાડવા માટે દુનિયાના કેટલાક દેશો સતત કાવતરા ઘડ્યા કરે છે.

નેપાળી મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચે ખુબ જૂના સંબંધ છે. પરંતુ હવે આ સંબંધમાં તિરાડ પાડવા માટે દુનિયાના કેટલાક દેશો સતત કાવતરા ઘડ્યા કરે છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ નેપાલી મીડિયા દ્વારા નેપાળના સ્થાનિક લોકોમાં ભારત વિરુદ્ધ નફરત ફેલાવવા માટે એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. 

રિપોર્ટ મુજબ નેપાળના કેટલાક પત્રકારો અને મીડિયા સંસ્થાનોને છેલ્લા કેટલાક મહિનાઓમાં વિદેશથી લાખો રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું છે. આ મીડિયા સંસ્થાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ યુટ્યૂબ અને કાઠમંડુના કેબલ નેટવર્ક દ્વારા ભારત વિરુદ્ધ અહેવાલો દર્શાવે, જેનાથી નેપાળી નાગરિકોને ભારત વિરુદ્ધ તૈયાર કરી શકાય. 

એટલું જ નહીં આ મીડિયા સંસ્થાનોને એ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ચીનના પક્ષમાં પોઝિટિવ ન્યૂઝ બતાવે. ઝી ન્યૂઝ પાસે જે જાણકારી છે તે મુજબ નેપાળી નાગરિકોના મનમાં ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા માટે નેપાળી મીડિયાની 5 ટીમ બનાવવામાં આવી છે. ટીમને દર મહિને 2 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનું વિદેશી ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. 

આ મીડિયા સંસ્થાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ નેપાળ અને ચીન અંગે સારા અહેવાલો બતાવે જેનાથી ભારતની જગ્યાએ નેપાળ અને ચીનના સંબંધને વધુ મજબુત કરવામાં આવી શકે. 

ભારત વિરુદ્ધ એન્ટી ઈન્ડિયા મટિરિયલ્સ તૈયાર કરીને તેને પ્રસારિત કરવા માટે કાઠમંડુ અને કાવરે જિલ્લાના કેબલ ઓપરેટરોની મદદ લેવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ આ કેબલ ઓપરેટર્સને દર મહિને 7 લાખ રૂપિયાનું ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ નેપાળી અખબારોમાં ભારત વિરુદ્ધ લેખ લખવા માટે દર મહિને 2 લાખ રૂપિયાના ફંડિગની માહિતી પણ સામે આવી છે. 

આ સંબંધમાં ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ "ભારત અને નેપાળના સંબંધ ખુબ ગાઢ છે અને તેમાં ઝેર ઘોળવાની કોશિશ કેટલાક દિવસોથી થઈ રહી છે. અમે એ માલુમ કરવામાં લાગ્યા છીએ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અત્યાર સુધી કેટલું ફંડિંગ કરાયું છે."

આમ જોઈએ તો ચીન, નેપાળમાં રસ્તાઓથી માંડીને રેલના નેટવર્કને ફેલાવવામાં લાગ્યું છે. ચીનની અનેક મોટી કંપનીઓ નેપાળમાં રોકાણ કરવામાં પડી છે. 

ભારત અને નેપાળ
છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળમાં આંતરિક ઉથલપાથલના કારણે બંને દેશોના સંબંધોમાં કડવાહટ જોવા મળી. નેપાળ ભારત પર પહેલા પણ અનેકવાર આરોપ લગાવી ચૂક્યું છે કે ભારત તેમના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરે છે. મધેશી સમુદાય મુદ્દાના કારણે પણ ભારત અને નેપાળની સરહદે થતા પરિવહન પર તેની ખરાબ અસર પડી હતી અને નેપાળે તેને ભારત તરફથી આર્થિક નાકાબંધી ગણાવી હતી. જો કે ભારતે આ આરોપોને ફગાવ્યા હતાં. ચીન અને પાકિસ્તાન જેવા દેશો નેપાળ અને ભારતના સંબંધોના આ ઉતાર ચઢાવનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news