Inside Story: કતારમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયોના કેવી રીતે જીવ બચ્યા? જાણો ભારતની મોટી કૂટનીતિક ઉપલબ્ધિ વિશે

Qatar India Relations: કતરથી દરેક ભારતીયોને ખુબ ખુશ કરી નાખે તેવા સમાચાર આવ્યા છે. ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. 8 પૂર્વ નેવી કર્મચારીઓને મોતની સજા અપાઈ હતી ત્યારથી તેમના પરિવાર સહિત આખો દેશ ટેન્શનમાં હતો. પણ હવે મોદી સરકારના પ્રયત્નોથી સજા ઓછી થઈ છે. 

Inside Story: કતારમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયોના કેવી રીતે જીવ બચ્યા? જાણો ભારતની મોટી કૂટનીતિક ઉપલબ્ધિ વિશે

Qatar Indian Prisoners Verdict: આખરે એ જ થયું જેની આશા કરવામાં આવી રહી હતી. કતરે 8 ભારતીય પૂર્વ નેવી કર્મચારીઓની મોતની સજાને ઘટાડી દીધી છે. ત્યાંની એક કોર્ટે પૂર્વ ભારતીય નૌસેનિકોને આ સજા આપી હતી પરંતુ મોદી સરકારની કોશિશોએ રંગ રાખ્યો. ખાસ વાત એ છે કે પોતાના લોકોના જીવ બચાવવા માટે પડદા પાછળ પીએમ મોદી પોતે એક્ટિવ હતા. વિદેશી મામલાઓના એક્સપર્ટ સુશાંત સરીને તેને સ્પષ્ટ રીતે ઈન્ડિયન ડિપ્લોમસીની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આવું એટલા માટે કારણ કે ભારત સરકારે પોતાની તમામ રાજનીતિક અને કૂટનીતિક શક્તિઓનો ઉપયોગ કર્યો. કતારની સરકાર સાથે પડદા પાછળ વાતચીત કરી. તેને મીડિયામાં જાહેર કરાઈ નહી. જેમાં પ્રધાનમંત્રી, વિદેશમંત્રી અને ત્યાં આપણા દૂતાવાસ...આ કાર્યવાહીમાં સામેલ હતા. 

જ્યારે થોડા સમય પહેલા દુબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીની મુલાકાત થઈ ત્યારે લાગ્યું હતુ કે હવે કઈક ઉકેલ આવી જશે. ત્યારે જે નિર્ણય હવે આવ્યો કે કતારની અપીલ કોર્ટે સજા ઓછી કરી છે, પરિવારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટનાક્રમને ભારત માટે મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. આખરે મોદી સરકારે આમ કેવી રીતે કર્યું તે દરેક જણ જાણવા માંગે છે. 

— Narendra Modi (@narendramodi) December 2, 2023

વાત જાણે એમ છે કે કતાર અને ભારતના સંબંદોની ભૂમિકા આ મામલે મહત્વની હતી. સુશાંત સરીન કહે છે કે કતારને પણ ખબર હતી કે જે પ્રકારની સજા કોર્ટે સંબળાવી છે, એક એવા ગુનામાં કે જેના વિશે હજુ સુધી લોકોને ખબર નથી કારણ કે કોઈએ કશું જોયું નથી. કતારને એ પણ ખબર છે કે જો ભારતીય નેવીના આ 8 પૂર્વ અધિકારીઓને આ પ્રકારની મોતની સજા આપવામાં આવશે તો ભારત અને કતારના સંબંધો ખાડે જશે. 

એક્સપર્ટે  કહ્યું કે કતાર પણ આમ ઈચ્છતું નહતું. ભારત સરકારે સારું કામ એ કર્યું કે કતારની ન્યાય વ્યવસ્થા અંકૂશમાં રાખી નહીં...મોટાભાગે કૂટનીતિક લેવલે જ આ મામલા જોવામાં આવે છે. પરંતુ અહીં બંને ટ્રેક્સ પર ભારત સરકારે ઓપરેટ કર્યું. તેમણે એ પણ કહ્યું કે હજુ અડધી જંગ લડાઈ છે. હાલ તો એવું થયું છે કે તેમના ઉપર જે તલવાર લટકી રહી હતી તે જ હટી છે. પરંતુ હજુ પણ તેઓ જેલમાં છે. કોશિશ એ પણ રહેશે કે તેમને જેમ બને તેમ જલદી ભારત લાવવામાં આવે. 

સ્વદેશ લાવવાના બે રસ્તા
એક્સપર્ટ સુશાંત સરીને કહ્યું કે કતારની ન્યાય પ્રણાલીને જ આગળ યૂઝ કરવામાં આવશે. કતાર સાથે ભારતના સંબંધોનો પણ ઉપયોગ થશે. તેમાં બે  વિકલ્પ જોવા મળે છે. પહેલો એ કે ભારત અને કતાર વચ્ચે એક સંધિ છે કે જો કતારમાં કોર્ટ કોઈ સજા આપે તો આરોપી ભારતમાં આવીને પોતાની સજા કાપી શકે છે. જો આમ થાય તો તેઓ ભારતની ન્યાય પ્રણાલી હેઠળ આવશે અને કેસ ચાલી શકે છે. બીજો વિકલ્પ એ છે કે કતારના રાજપરિવાર પાસે એ અધિકાર હોય છે કે તેઓ માફી આપી દે. જો આમ થાય તો પણ તેઓ પાછા આવી શકે છે. 

— ANI (@ANI) December 28, 2023

સમગ્ર મામલો સમજો
નેવીના આઠ પૂર્વ કર્મીઓને ઓગસ્ટ 2022માં ધરપકડ  કરાયા હતા અને કતારની એક કોર્ટે ઓક્ટોબરમાં તેમને મોતની સજા સંભળાવી હતી. તમામ ભારતીય નાગરિકો દોહાની દહારા ગ્લોબલ કંપની માટે કામ કરતા હતા. આ ખાનગી કંપની કતારના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ આપે છે. તેના વિરુદ્ધ આરોપોને કતારના અધિકારીઓએ જાહેર કર્યા નહતા. 

બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે કહ્યું કે કતારની કોર્ટનો નિર્ણય પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કૂટનીતિક પ્રયત્નોની જીત છે. ચુઘે કહ્યું કે આ ઘટનાક્રમે ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે આખી દુનિયા પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિનું મહત્વ સમજે છે. આ આઠ પૂર્વ સૈનિકોમાં કેપ્ટન નવતેજ ગિલ પણ સામેલ છે જેમને રાષ્ટ્રપતિએ સ્વર્ણ પદકથી સન્માનિત કર્યા હતા. તેમને ત્યારે નેવી એકેડેમીથી સ્તાનકની ઉપાધિ મળી હતી. આ પૂર્વ નૌસૈનિકોમાં કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, અમિત નાગપાલ, એક કે ગુપ્તા, બી કે વર્મા, એસ પકાલા અને નાવિક રાગેશ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news