ઓફિસમાં કર્મચારીઓમાં કેવી હોવી જોઈએ ક્વોલિટી, ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ શું કહ્યું

Infosys: તમને જણાવી દઈએ કે, ઈન્ફોસિસે તાજેતરમાં જ લગભગ 600 નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા કારણ કે તેઓ ટેક કંપની દ્વારા આયોજિત ઈન્ટરનલ એસેસમેન્ટ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી નહોતા શક્યા.

ઓફિસમાં કર્મચારીઓમાં કેવી હોવી જોઈએ ક્વોલિટી, ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ શું કહ્યું

Narayana Murthy: ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ બે ગુણ જાહેર કર્યા છે જેનું વિશ્લેષણ નવા નોકરીદાતાઓમાં થવું જોઈએ. મુંબઈમાં નાસકોમ ટેક એન્ડ લીડરશીપ ફોરમ 2023માં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મૂલ્ય પ્રણાલી અને ક્ષમતા એ બે મહત્વપૂર્ણ ગુણો છે જે ભરતી માટે હોવા જોઈએ.  

તેમણે સમજાવ્યું કે એક કર્મચારીની કોઈ પણ  કાર્યને સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવાની ક્ષમતાને ચકાસી શકાય છે. તેમનું માનવુ છે કે તે મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંની એક છે. 

તમને જણાવી દઈએ કે, ઈન્ફોસિસે તાજેતરમાં જ લગભગ 600 નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા કારણ કે તેઓ ટેક કંપની દ્વારા આયોજિત ઈન્ટરનલ એસેસમેન્ટ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી નહોતા શક્યા. વિપ્રોએ 400 ફ્રેશર્સને તાલીમના સમયગાળા પછી પણ પરીક્ષણોમાં વારંવાર ખરાબ પ્રદર્શન કરવા બદલ કાઢી મૂક્યા જેના ટૂંક જ સમયમાં જ આ સમાચાર આવ્યા.

છટણી આશ્ચર્યજનક ના હોવી જોઈએ, કારણ કે મોટી ટેક કંપનીઓએ છેલ્લા બે મહિનામાં હજારો કર્મચારીઓની છટણી કરી છે. ગૂગલે 12,000 કર્મચારીઓને ટર્મિનેશન લેટર મોકલ્યા, જ્યારે એમેઝોને 18,000 કર્મચારીઓને છૂટા કર્યા. મેટાએ 11,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, જે ઘણા લોકો માટે નિરાશાજનક હતી. કાઢી મુકેલા કામદારો નવી નોકરી શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ, H1B વિઝા ધરાવતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા કારણ કે તેમને 60 દિવસમાં નવી નોકરી શોધવાની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news