કૂતરાને ફરવાને લઈને થયો વિવાદ : બેંકના ગાર્ડે ધાબા પરથી 8 લોકો પર કર્યું ફાયરિંગ, સાળા-બનેવીનું મોત

double murder in Indore: મધ્યપ્રદેશમાં ઈન્દોરના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૂતરાઓના વિવાદમાં ડબલ મર્ડરની ઘટના બની છે. અહીં બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા ગાર્ડે ઘરની છત પર ઉભા રહીને ફાયરિંગ કર્યું હતું, જેમાં બે લોકોનાં મોત થયા હતા. છ લોકો ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
 

કૂતરાને ફરવાને લઈને થયો વિવાદ : બેંકના ગાર્ડે ધાબા પરથી 8 લોકો પર કર્યું ફાયરિંગ, સાળા-બનેવીનું મોત

Indore dog fight shooting: મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. અહીં બેંકના સિક્યોરિટી ગાર્ડે લાયસન્સવાળી બંદૂકથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં 2 લોકોના મોત થયા. આ સમયે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે ગાર્ડની ધરપકડ કરી છે. બેવડી હત્યા બાદ શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ, ખજરાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણ બાગ કોલોનીમાં મોડી રાત્રે બેંકના ગાર્ડે ગભરાટ મચાવી દીધો હતો. કૂતરાને ફરવા જવાની નજીવી બાબતે ગાર્ડનો પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો.

कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई।

इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी।

तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए।

गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ

— काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023

ગાર્ડે લાયસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યો હતો. જેમાં પાડોશમાં રહેતા સાળા અને વહુનું મોત થયું હતું. જેમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બે મહિલાઓની હાલત ગંભીર છે. પોલીસે આરોપી રાજપાલ સિંહની ધરપકડ કરી અને લાઇસન્સવાળી બંદૂક કબજે કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ગાર્ડ રાજપાલ રાત્રે કૂતરાને ફરતો હતો. એટલામાં બીજો કૂતરો આવ્યો. બંને કૂતરા લડવા લાગ્યા ત્યારે રાહુલના પરિવારજનોએ બહાર આવીને વિરોધ કર્યો હતો. આ પછી, ગાર્ડ સાથે દલીલ શરૂ થઈ. વિવાદ વધી જતાં રાહુલના પરિવારના બાકીના લોકો પણ બહાર આવ્યા હતા. આ પછી ગાર્ડ ઘર તરફ દોડ્યો અને બંદૂક લઈને પહેલા માળે પહોંચ્યો હતો.

વિવાદ વચ્ચે ગાર્ડે છત પર ગોળીબાર શરૂ કરી દીધો 
ગાર્ડે ટેરેસ પરથી રાહુલ, વિમલ અને તેના પરિવાર પર ગોળીબાર કર્યો હતો. જેમાં બંનેના મોત થયા હતા. મૃતક રાહુલ અને વિમલ સગા સાળો બનેવી છે. વિમલનું નિપાનિયામાં સલૂન છે. તેના લગ્ન 8 વર્ષ પહેલા રાહુલની બહેન આરતી સાથે થયા હતા. તેમને બે દીકરીઓ છે.

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023

 

ઘટના અંગે એડિશનલ ડીસીપીએ શું કહ્યું?
એડિશનલ ડીસીપી અમરેન્દ્ર સિંહે જણાવ્યું કે કૂતરાને ફરવાને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં બેંક ગાર્ડે ગોળીબાર કર્યો હતો. 2 લોકોના મોત થયા છે, 6 લોકો ઘાયલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસે લાઇસન્સવાળી બંદૂક કબજે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news