દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કેસ, 671 લોકોના મૃત્યુ

ભારતમાં અત્યાર સુધી કોરોનાના 10,38,716 કેસ સામે આવ્યા છે, જેમાંથી 3,58,692 એક્ટિવ કેસ છે, તો 6,53,751 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. 
 

દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કેસ, 671 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ  (Coronavirus)નો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 34,884 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 10,38,716 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જારી આંકડા પ્રમાણે, કોરોનાના અત્યાર સુધી કુલ 10,38,716 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 34884 નવા કેસ નોંધાયા છે, જ્યારે 671 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 26273 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ અત્યાર સુધી 653751 લોકો આ વાયરસને માત આપવામાં સફળ રહ્યાં છે. રિકવરી રેટ  62.93 ટકા પર પહોંચી ગયો છે. 

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8308 કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 8,308 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ સંખ્યા વધીને 2,92,589 થઈ ગઈ છે. રાજ્યમાં ત્રીજીવાર છે જ્યારે એક દિવસમાં કોવિડ-19ના આઠ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 258 લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 11452 થઈ ગયો છે. 258માંથી 62 મૃત્યુ મુંબઈમાં થયા જ્યારે મહાનગરમાં 1214 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 99,164 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 5585 થઈ ગઈ છે. પુણેમાં 1539 નવા કેસ સામે આવ્યા તો ઔરંગાબાદમાં 168 કેસ સામે આવ્યા છે. 

Total positive cases stand at 10,38,716, including 3,58,692 active cases, 6,53,751 cured/discharged/migrated and 26,273 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/lkakSL1BVe

— ANI (@ANI) July 18, 2020

ગુજરાતમાં રેકોર્ડ 949 નવા કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 949 કેસ સામે આવવાથી સંક્રમિતોની સંખ્યા 46,516 થઈ ગઈ છે. બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23300 થઈ ગઈ છે. તો અત્યાર સુધી 174 મૃત્યુ થયા છે. સૌથી વધુ 122 નવા કેસ સીવાનથી સામે આવ્યા છે. આ સિવાય નાલંદાથી 105, પટનાથી 99, પશ્ચિમી ચંપારનથી 98 અને મુંગેથી 58 કેસ સામે આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news