સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓને આશા, સરકાર જલદી વેક્સિનના ઉપયોગની આપશે મંજૂરી

ઓક્સફોર્ડ રસીની ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર છે અને જલદી બ્રિટનમાં તેને મંજૂરી મળવાની આશા છે, ત્યારબાદ સૌથી અસુરક્ષિત વર્ગોના રસીકરણમાં તેજી આવશે.
 

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓને આશા, સરકાર જલદી વેક્સિનના ઉપયોગની આપશે મંજૂરી

નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે સરકાર જલદી કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, કંપનીએ વેક્સિનના આશરે 50 મિલિયન ડોઝ તૈયાર કર્યા છે. ઓક્સફોર્ડ વિશ્વ વિદ્યાલય અને એસ્ટ્રાઝેનેકા મળીને કોરોના વેક્સિન બનાવી રહી છે. ઓક્સફોર્ડની રસી માટે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓપ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. 

મહત્વનું છે કે ઓક્સફોર્ડ રસીની ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર છે અને જલદી બ્રિટનમાં તેને મંજૂરી મળવાની આશા છે, ત્યારબાદ સૌથી અસુરક્ષિત વર્ગોના રસીકરણમાં તેજી આવશે. તેને લઈને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, અમારી પાસે કોવિશીલ્ડ (Covishield)ના 40-50 મિલિયન ડોઝ છે. એકવાાર જ્યારે અમને થોડા દિવસમાં કંટ્રોલરની મંજૂરી મળી જાય તો તે સરકારે નક્કી કરવું પડશે તે તે કેટલા ડોઝ લઈ શકે છે અને કેટલી તેજી લઈ શકે છે. અમે જુલાઈ 2021 સુધી લગભગ 300 મિલિયન ડોઝનું ઉત્પાદન કરીશું. 

તો ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ફાઇઝરે આ મહિનાની શરૂઆતમાં પોતાની કોવિડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલને અરજી કરી હતી. ફાઇઝર નિર્મિત રસીને બ્રિટન, અમેરિકા અને બહરીન સહિત અનેક દેશમાં મંજૂરી મળી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news