ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, દૂતાવાસે કહ્યું ગાડી ન મળે તો ચાલતી પકડો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ ભારે ગોળીબારી વચ્ચે "તમારી સલામતી" માટે તરત જ શહેર છોડી દેવું જોઈએ.

ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, દૂતાવાસે કહ્યું ગાડી ન મળે તો ચાલતી પકડો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ ભારે ગોળીબારી વચ્ચે "તમારી સલામતી" માટે તરત જ શહેર છોડી દેવું જોઈએ.

દરેકને રાત સુધીમાં શહેર છોડી દેવાની આપી સૂચના
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકીવમાં ભારતીય નાગરિકોને તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઈઝરી કહેવામાં આવ્યું છે કે ખારકીવને તરત જ છોડી દેવું જોઈએ, પિસોચિન, બેઝલુડોવકા અને બાબે માટે શક્ય તેટલી વહેલી તકે આગળ વધવું જોઈએ. એટલે કે ભારતીય સમયાનુસાર તમામ ભારતીયોને આજે રાત્રે 9:30 કલાક સુધી શહેર છોડવા મઍટે કહેવામાં આવ્યું છે. 

Must leave Kharkiv immediately, proceed to Pisochyn, Bezlyudovka & Babaye as soon as possible. They must reach these settlements by 1800 hrs (Ukrainian time) today, it reads pic.twitter.com/ko4JGcPfmY

— ANI (@ANI) March 2, 2022

 

ખતરાથી ખાલી નથી ખારકીવ
તમને જણાવી દઈએ કે આ સમયે ખારકીવમાં રશિયન સેના દ્વારા જોરદાર હુમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં ત્યાં ફસાયેલા તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે, ભારત સરકારે તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને ખારકીવ છોડવાની સલાહ આપી છે. તાજેતરમાં જ ખારકીવમાં સિટી કાઉન્સિલ બિલ્ડિંગ પર ભીષણ હુમલો થયો છે.

ટ્રાંસપોર્ટ ન મળતાં ભર્યા આ પગલાં
આ સિવાય બીજી એડવાઈઝરી જારી કરવામાં આવી છે કે જો ત્યાંથી નીકળ્યા પછી કોઈ વાહન ન મળે તો પગપાળા આગળ વધતા રહો. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અમારા દૂતાવાસ દ્વારા હાલમાં જ જે એડવાઈઝરી જારી કરવામાં આવી છે તે રશિયા પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. અમે અમારા તમામ નાગરિકોને વિનંતી કરીશું કે પગપાળા અને સુરક્ષાને ધ્યનામાં રાખતાં કોઇપણ ઉપલબ્ધ સાધનનો ઉપયોગ કરીને ખારકીવથી તાત્કાલિક સુરક્ષિત ક્ષેત્રો અથવા આગળ પશ્વિમ તરફ વધો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આજે યુક્રેન- રશિયા વચ્ચે ફરી એકવાર વાતચીત થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news