ભારતીય વિદ્યાર્થીને મળ્યું 30 લાખ રૂ.નું પેકેજ, આ કંપનીએ આપી મોટી ઓફર
હૈદરાબાદના વિદ્યાર્થીને મળ્યું મોટું પેકેજ
Trending Photos
નવી દિલ્હી : હૈદરાબાદની મહિન્દ્ર ઇકોલ સેન્ટ્રલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (એમઇસી)ના ત્રણ ગ્રેજ્યુએટ્સને જાપાનની બે કંપની ગ્રાઉન્ડ ઇંક તેમજ ફોરમ પાસેથી 8થી 30 લાખ રૂ. વાર્ષિક વેતનનું પેકેજ મળે છે. સંસ્થાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ગ્રાઉ્ન્ડ ઇંકે સંસ્થાના કોમ્પ્યૂટર સાઇન્સ તેમજ એન્જિનિયરિંગના બે સ્નાતકોને 30 લાખ રૂ.ના વાર્ષિક વેતનનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય મિકેનિકલ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીને 8થી 30 લાખ રૂ. વાર્ષિક વેતનનો પ્રસ્તાવ મળ્યો છે.
મહિન્દ્ર ઇકોલ સેંટલના ડિરેક્ટર ડો. યજુલા મેદુરીએ કહ્યું છે કે અમારા વિદ્યાર્થીઓની પહેલી બેચને વૈશ્વિક કંપનીઓનું જે સમર્થન મળ્યું છે એનાથી અમે બહુ ખુશ છીએ. અમને ભરોસો છે કે અમારા વિદ્યાર્થી જે સંગઠનમાં પણ કામ કરશે એના માટે મૂલ્યવાન સાબિત થશે. આ એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યૂટર સાઇ્ન્સ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીને માઇક્રોસોફ્ટે પણ નોકરી આપી છે.
જાપાનની આઇટી સોલ્યુશન તેમજ કન્સલ્ટિંગ કંપની ગ્રાઉન્ડ ઇન્કે ગાડી રેડ્ડી કરૂણાકર અને અન્નાપુરેડ્ડી રવિનિતેશ રેડ્ડીને વાર્ષિક 30-30 લાખ રૂ.નું તેમજ ફોરમ 8 નામની કંપનીએ નિતિન દિનેશ ચૌધરીને 30 લાખ રૂ.નું વાર્ષિક પેકેજ ઓફર કરી છે. એમઇસીને એઆઇસીટીસી તેમજ જવાહર લાલ નેહરુ ટેકનોલોજી યુનિવર્સિટી (જેએનટીયુ) હૈદરાબાદથી માન્યતા મળેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે