ધરતી પર નજર રાખનાર ઉપગ્રહ EOS-3 નું મિશન ફેલ, જાણો લોન્ચ બાદ શું આવી સમસ્યા

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના ચેરમેન કે સિવને (K Sivan) એ જણાવ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજ (Cryogenic Stage) માં આવેલી તકનીકી વિસંગતતાને કારણે જીએસએલવી-એફ10/ઈઓએસ-03નું મિશન પૂરુ થઈ શક્યું નહીં. 

ધરતી પર નજર રાખનાર ઉપગ્રહ EOS-3 નું મિશન ફેલ, જાણો લોન્ચ બાદ શું આવી સમસ્યા

શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO) એ ગુરૂવારે પૃથ્વી પર નજર રાખનાર ઉપગ્રહ ઈઓએસ-03નું સફળતાપૂર્વક લોન્ચ કર્યું, પરંતુ લોન્ચિંગ બાદ તકનીકી સમસ્યા આવી ગઈ. ઈસરોના ચેરમેન કે સિવને  (K Sivan) જાણકારી આપતા કહ્યુ કે, ક્રાયોજેનિક સ્ટેજ (Cryogenic Stage) માં આવેલી તકનીકી વિસંગતતાને કારણે જીએસએલવી-એફ10/ઈઓએસ-03નું મિશન પૂરુ થઈ શક્યું નહીં.

લોન્ચિંગ બાદ આવી સમસ્યા
ઈસરોએ આજે સવારે 5.43 કલાકે ઈઓએસ-03 (EOS-03) નું સફલતાપૂર્વક લોન્ચિંગ કર્યું અને બધા સ્ટેજ પોતાના નક્કી સમય પર અલગ થતાં ગયા. છેલ્લા સ્ટેજમાં EOS-3 ના અલગ થતાં પહેલા ક્રાયોજેનિક એન્જિનમાં કંઈક ખામી આવી, ત્યારબાદ ઇસરોને આંકડા મળવાનું બંધ થઈ ગયું. તપાસ બાદ મિશન કંટ્રોલ સેન્ટરમાં બેઠેલા ઇસરો ચીફ ડો. કે સિવનને તેની જાણકારી આપવામાં આવી. ત્યારબાદ તેમણે જાહેરાત કરતા કહ્યું કે, EOS-3 મિશન આંશિક રૂપથી ફેલ થઈ ગયું છે. 
 

— ANI (@ANI) August 12, 2021

કુદરતી આપત્તિ પર નજર રાખવામાં મદદ કરશે
પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (ઇઓએસ) ના સફળ પ્રક્ષેપણ પછી, તે કુદરતી આપત્તિઓ પર દેખરેખ રાખવામાં મદદ કરશે. તેની મુખ્ય વિશેષતા એ છે કે તે વારંવાર સમયાંતરે ઓળખાતા મોટા વિસ્તાર વિસ્તારની વાસ્તવિક સમયની તસવીરો મોકલે છે. આ ઉપરાંત, તે કુદરતી આફતો તેમજ કોઈપણ ટૂંકા ગાળાની ઘટનાઓ પર ઝડપી દેખરેખ રાખવામાં મદદ કરે છે. આ ઉપગ્રહ કૃષિ, વનીકરણ, જળ સંસ્થાઓ તેમજ આપત્તિ ચેતવણી, ચક્રવાત મોનીટરીંગ, વાદળ ફાટવા અથવા વાવાઝોડાની દેખરેખ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે મહત્વની માહિતી પૂરી પાડશે.આ પણ વાંચોઃ ચોમાસુ સત્ર: લોકસભામાં માત્ર 21 કલાક કામ થઈ શક્યું, 74 કલાક થયા બરબાદ

મહત્વનું છે કે આ પહેલા 28 ફેબ્રુઆરીએ ઇસરોએ વર્ષના પ્રથમ મિશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. ભારતનું રોકેટ 28 ફેબ્રુઆરીએ શ્રીગરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પ્રથમવાર બ્રાઝિલના ઉપગ્રહને લઈને રવાના થયું હતું. બ્રાઝિલના એમેજોનિયા-1 અને 18 અન્ય ઉપગ્રહોને લઈને ભારતના પીએસએલવી સી-51એ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news