PM મોદીએ ઈન્ડિયન સ્પેસ એસોસિએશનનો કર્યો શુભારંભ, કહ્યું- બિનજરૂરી સરકારી નિયંત્રણ ખતમ કરીશું
Indian Space Association: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA)નો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એર ઈન્ડિયા પર સરકારે મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
નવી દિલ્હી: Indian Space Association: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA)નો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એર ઈન્ડિયા પર સરકારે મોટો નિર્ણય લીધો છે. જ્યાં જરૂર નથી ત્યાં સરકારી નિયંત્રણ ખતમ કરાશે. તેમણે કહ્યું કે હું ઈન્ડિયા સ્પેસ એસોસિએશનની રચના બદલ તમને બધાને શુભેચ્છા પાઠવું છું.
સ્પેસ સેક્ટરમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર
પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકને લઈને વર્તમાનમાં દેશમાં જે મોટા સુધારા થઈ રહ્યા છે તે તેની જ એક કડી છે. તેમણે કહ્યું કે સ્પેસ રિફોર્મ્સના ચાર સ્તંભ છે. પ્રાઈવેટ સેક્ટરને ઈનોવેશનની છૂટ, એનેબલર તરીકે સરકારની ભૂમિકા, ભવિષ્ય માટે યુવાઓને તૈયાર કરવા અને આમ આદમી માટે સ્પેસ સેક્ટરને વિકાસ તરીકે જોવું.
Public Sector Enterprises को लेकर सरकार एक स्पष्ट नीति के साथ आगे बढ़ रही है और जहां सरकार की आवश्यकता नहीं है, ऐसे ज्यादातर सेक्टर्स को private enterprises के लिए Open कर रही है।
अभी एयर इंडिया से जुड़ा जो फैसला लिया गया है वो हमारी प्रतिबद्धता और गंभीरता को दिखाता है- पीएम
— BJP (@BJP4India) October 11, 2021
દેશવાસીઓની પ્રગતિનું માધ્યમ છે સ્પેસ સેક્ટર
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણું સ્પેસ સેક્ટર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક મોટું માધ્યમ છે. આપણા માટે સ્પેસ સેક્ટર એટલે કે સામાન્ય માણસ માટે સારું મેપિંગ, ઈમેજિંગ, અને કનેક્ટિવિટીની સુવિધા અને આંતરપ્રિન્યોર્સ માટે શિપમેન્ટથી લઈને ડિલિવરી સુધી સારી સ્પીડ.
Our approach to Space reforms is based on four pillars -- freedom to private sector in innovation, role of Govt as an enabler, to make youth future-ready, & to see the Space sector as a resource for the progress of common man: PM Modi at the launch of Indian Space Association pic.twitter.com/59YsJKjzIv
— ANI (@ANI) October 11, 2021
જેપી અને નાનાજી દેશમુખને કર્યા યાદ
પીએમ મોદીએ જય પ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે દેશના બે મહાન સપૂત ભારત રત્ન જયપ્રકાશ નારાયણ અને ભારત રત્ન નાનાજી દેશમુખની આજે જયંતી છે. આઝાદી બાદ આ બંને મહાપુરુષોએ દેશને દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમનું જીવન દર્શન આજે પણ આપણને પ્રેરણા આપે છે. પીએમ મોદીએ કહ્યું કે હું જય પ્રકાશ નારાયણજી અને નાનાજી દેશમુખજીને નમન કરું છું.
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનમાં નેલ્કો ગ્રુપ (ટાટા), ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટ્રુબો, વનવેબ, અનંત ટેક્નોલોજી, મેપમાય ઈન્ડિયા, વાલચંદનાગર ઈન્ડસ્ટ્રી વગેરે સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે